જામનગર-રાજકોટ રોડ પર હિટ એન્ડ રન : કાર ચાલકે બે ભાઈઓને લીધા હડફેટે, બાઈક ચાલકનું મૃત્યુ, એક ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-20 16:41:32
  • Views : 49
  • Modified Date : 2025-02-20 16:41:32

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રનના બનાવમાં દેડકદડ ગામના એક યુવાને કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં પોતાનો જીવ ખોયો છે જ્યારે તેનો પિતરાઈભાઈ ઘાયલ થયો છે.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના દેડકદડ ગામમાં રહેતા પરેશભાઈ મગનભાઈ ઝીંઝુવાડીયાનો 19 વર્ષીય પુત્ર પિયુષ કે જે પોતાના પિતરાઈ ભાઈ અક્ષય સાથે પોતાના જી.જે 10 ઇ.એ. 1441 નંબરના બાઈકમાં બેસીને દેડકદડથી ધ્રોળ ગામે કપડાં લેવા માટે જઈ રહ્યા હતા. જે દરમિયાન ધ્રોળ નજીક સણોસરા ગામના પાટીયા પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી જી.જે 10 ટી.એક્સ. 7709 નંબરની કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં પિયુષ ઝીંઝુવાડિયાનું ગંભીર ઇજા થવાના કારણે મૃત્યુ નીપજ્યું છે. જયારે તેનો પિતરાઈ ભાઈ અક્ષય ઘાયલ થયો હોવાથી તેને સારવાર આપવામાં આવી રહી છે. મૃતકના પિતા પરેશભાઈ મગનભાઈ ઝીંઝુવાડીયાએ કારચાલક સામે ફરિયાદ નોંધાવતાં ધ્રોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News