લાખણી પાસે હિટ એન્ડ રનની ઘટના ના મોત ૨ ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-14 12:30:07
  • Views : 414
  • Modified Date : 2019-09-14 12:30:07

લાખણીના આગથળા ગામ પાસે ડીસા તરફથી આવી રહેલી ઇન્ડીકા વિસ્ટા ગાડીના ચાલકે
પુરઝડપે ગાડી ચલાવી વાવના ઢીમા ખાતે દર્શનાર્થે જઇ રહેલા પદયાત્રીઓને અડફેટે લઇ બેને ઘાયલ કર્યા હતા. ત્યારબાદ લાખણીના ભેમાજી ગોળિયા
પાસે પણ દર્શનાર્થે જઇ રહેલા
પદયાત્રીઓના સમૂહને અડફેટે લેતા ઘટનાસ્થળે બે યાત્રિકોના મોત થયા હતા. જ્યારે એક ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેનું પણ મૃત્યુ થયું હતું.
ડીસા તરફથી આવી રહેલી ઇન્ડીકા વિસ્ટા કાર નં. જીજે ૦૨ બીડી -૭૩૪૭ ના કાર ચાલકે કાર પુરઝડપે હંકારતા ભાદરવી પૂનમ નિમિત્તે વાવ તાલુકાના ઢીમા ગામે દર્શનાર્થે જઇ રહેલા પદયાત્રીઓને આગથળા ગામ પાસે અડફેટે લઇ બે યાત્રિકોને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ ત્યાંથી ગાડી લઇ ભાગેલા ચાલકે ફરી લાખણીના ભેમાજી ગોળીયા પાસે ૩ પદયાત્રીઓને અડફેટે લીધા હતા. જેમાંથી બેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થવા પામ્યું હતું. જ્યારે એકને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે લાખણી રેફરલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું પણ મૃત્યુ થયું હતું. જ્યારે કાર ચાલક પોતાની કાર મૂકી ફરાર થઈ ગયો હતો. હિટ એન્ડ રનની ઘટનાની જાણ થતાં રેફરલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા.

Download Our B K News Today App



Related News