ડીસાના રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે હિટ એન્ડ રનની ઘટના : અજાણ્યા વાહનની ટકકરે મહિલાનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-07 12:14:27
  • Views : 720
  • Modified Date : 2021-10-07 12:14:27

 

     ડીસા હાઈવે પર ઓવરબ્રીજના છેડે હિટ એન્ડ રનની ઘટનામાં અજાણ્યા વાહનચાલકે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવીને બહાર નીકળતા યુવતીને અડફેટે લેતા તેનું કરૂણ મોત નિપજયું હતું. યુવતી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હોવાનું  જણાયું છે.આ કરૂણ ઘટનાની વિગત એવી છે કે, પાલનપુર સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી અને ડીસા ખાતે રહેતી નિકિતા ઠક્કર આજે સવારે નોકરીએ જવા માટે ઘરેથી નીકળ્યા બાદ ડીસા હાઈવે પર ઓવર બ્રિજના છેડે આવેલા પેટ્રોલપંપ પર પોતાના એક્ટિવામાં પેટ્રોલ ભરાવીને બહાર નીકળતા હતા.તે દરમિયાન પૂર ઝડપે આવેલા અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા નિકિતાબેન નું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. વાહનચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરતા ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સીસીટીવી મેળવવાની તજવીજ હાથ ધરી અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી હતી. જ્યારે યુવતીની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી.

 

Download Our B K News Today App



Related News