મોરબીના નાના દહીંસરા પાસે હિટ એન્ડ રનની ઘટના, ત્રણના મોત, 2 ઈજાગ્રસ્ત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-22 16:27:47
  • Views : 91
  • Modified Date : 2023-11-22 16:27:47

મોરબી જિલ્લાના માળીયાના નાના દહીંસરા પાસે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે સંતાનો સહિત પિતાનું મોત થયું છે. જ્યારે માતા અને પુત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જે બાદ વધારે સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. બાઈક સવાર દંપતીને અજાણ્યા વાહને અડફેટે લીધા હતા અને ત્યારબાદ ત્યાથી નાસી છુટ્યો હતો. માળીયા પોલીસને બનાવની જાણ થતાં તેઓ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.મહત્વનું છે કે હીટ એન્ડ રનની ઘટના બાદ હાઈવે પરના લોકોએ એબ્યુલન્સને બોલાવી ઈજાગ્રસ્તને સારવાર અર્થી ખસેડ્યા હતા, જ્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં પિતા, પુત્ર અને પુત્રીનું મોત થયું છે, જ્યારે માતા અને એક પુત્રી ઈજાગ્રસ્ત થયા છે અને બન્નેની હાલત ગંભીર છે.

Download Our B K News Today App



Related News