ડીસાના બુરાલ પાસે હિટ એન્ડ રનની ઘટના : કારની ટક્કરે યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-20 11:44:48
  • Views : 3625
  • Modified Date : 2021-12-20 11:44:48

ડીસાના બુરાલ પાસે હિટ એન્ડ રનની ઘટના : કારની ટક્કરે યુવકનું ઘટનાસ્થળે કરૂણ મોત

 

ડીસા તાલુકાના બુરાલ થી ભાચરવા જતા શેરીયામાં   કારચાલકે એક યુવકને અડફેટે લેતા યુવકને માથાના ભાગે ગંભીર ઇજા થતાં યુવકનું  ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.કારચાલક અકસ્માત સર્જી ત્યાંથી કાર લઈ નાસી છૂટયો હતો...

 

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે ડીસા તાલુકાના બુરાલ ખાતે રહેતા પીરસિંગ શાંન્તુસીંગ સોલંકી તેમજ તેમના ગામના દીપસિંગ રતુંજી સોલંકી બંને જણા બુરાલ થી  ભાચલવા જતા શેરિયા પર અરજણભાઈ વજાભાઈ ચૌધરીના ખેતરની કાંટાની વાડ નજીક બેઠેલા હતા.તે સમયે એક કાર ચાલક પુરઝડપે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી ભાચલવા બાજુથી પોતાની કાર લઈ આવતા બંને ચણા એકદમ પોચા થવા જતા જેમાં પીરસિંગ સોલંકી એકદમ આગળની બાજુ ચૂકી જતા કારચાલકે પીરસિંગ ને જોરથી ટક્કર મારેલી  જેથી પીરસિંગ સોલંકી ને માથાના ભાગે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે પીરસિંગ સોલંકી નું ઘટના સ્થળે મોત થયું હતું. જેમાં કારચાલક અકસ્માત સર્જી કારચાલક બુરાલ ગામ તરફ પોતાની કાર લઈ નાસી ગયેલ  જે બાદ મૃતક પીરસિંગ સોલંકી ની લાશ ને ડીસા સિવિલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી.મૃતક ના ભાઈ દેવુંસિંગ શાંન્તુસિંગ સોલંકી ડીસા તાલુકા પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા ડીસા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ..

Download Our B K News Today App



Related News