સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-03 14:01:08
  • Views : 106
  • Modified Date : 2023-07-03 14:01:08

રાજ્યમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. આ ઘટનામાં બાઈક સવાર બે યુવકોના મોત થયા છે. અજાણ્યા વાહન ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયા હતા. બંને યુવક મૃત હાલતમાં ઝાડીમાંથી મળી આવ્યા છે. મળતી માહિતી અનુસાર બંને યુવક ઈચ્છાપોર ગામના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.તો આજે બનાસકાંઠાના ધાનેરા નજીક સ્કોર્પિયો અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જયાં 3 લોકોના મોત નિપજયા છે. આ અકસ્માતમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. કાર ત્રણ દુકાનની શટર તોડી ડિવાઈડર સાથે અથડાતા દુર્ઘટના બની હતી. તાત્કાલીક ધોરણે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ધાનેરાની હોસ્પિટલમાં ખસેડાયા છે.

Download Our B K News Today App



Related News