બનાસકાંઠા ભાજપ પ્રમુખ સહિત તેમની ટીમ પાલનપુર તાલુકાના સેમોદ્રા ગામે પહોંચી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-21 11:33:37
  • Views : 378
  • Modified Date : 2021-07-21 11:33:37

     બનાસકાંઠા જિલ્લામાં પાણીની અછત છે. જાણકાર લોકો કહે છે કે ભવિષ્યમાં જિલ્લામાં પાણી નહીં હોય. અંગે લોકોમાં જાગૃતિ કેળવાય અને લોકો જળ સંચય કરતા થાય તે માટે અનેક સંસ્થા પ્રયત્ન કરે છે. આવો એક પ્રયત્ન બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્યો. આવા કાર્યક્રમમાં  પ્રમુખ સહિત આગેવાનો પાલનપુર તાલુકાના  સેમોદ્રા ખાતે પહોંચ્યા હતા.તેઓએ પ્રકારના વિવિધ કામોની સમીક્ષા કરી કામ બિરદાવ્યું હતું. અહીં આવેલ અગ્રણીઓ વૃક્ષા રોપણ કરી સ્થાનિક ખેડૂતોને સન્માનિત કર્યા હતા. સ્થાનિક વિસ્તારમાં જળ સંચયના કામોને વેગવંતા બનાવવા સરકાર મદદ કરે તેવી રજુઆત કરતાં અગ્રણીઓએ અંગે ખાતરી આપી હતી.ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર પાટીલને ભાજપના અધ્યક્ષ બન્યાનું એક વર્ષ પૂરું થતાં બનાસકાંઠા ભાજપ દ્વારા જિલ્લામાં ઠેર-ઠેર વિવિધ વિકાસના કાર્યક્રમો કરાઈ રહ્યા છે. જે અનુસંધાને આજે બનાસકાંઠા ભાજપ પ્રમુખ સહિત તેમની ટીમ પાલનપુર તાલુકાના સેમોદ્રા ગામે પહોંચી હતી.સેમોદ્રા ગામના મહિલા તલાટી દ્વારા જળ સંચય માટેનું અભિયાન શરૂ કરાયું છે જેને લઈને મહિલા તલાટીએ પોતાના ગામમાં સત્તાવીસ ખેડૂતોના બંધ પડેલા કુવા પુન: રિચાર્જ કરાવ્યા છે. કારણે ખેડૂતોને તેનો ફાયદો થતા અનેક ગામના ખેડૂતો તેનાથી પ્રેરાઈને પોતાના ગામોમાં જળ સંચયના કામો કરી રહ્યા છે. જેને લઈને મહિલા તલાટી અને ખેડૂતોને પ્રોત્સાહન કરવા માટે આજે ભાજપના જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ સહિત ભાજપના નેતાઓ સેમોદ્રા ગામે પહોંચીને જળ સંચયના કામો જોઈને તેમના કાર્યના વખાણ કરી ગામમાં વૃક્ષા રોપણ કરીને મહિલા તલાટી અને ખેડૂતોનું સન્માન કરીને સરકાર પણ જળ સંચયના કામોમાં ખેડૂતોને મદદ કરે તેવી સરકારને રજુઆત કરવાની ખાતરી આપી હતી.આવો અભિગમ સમગ્ર જિલ્લામાં એક સાથે અમલી બને તો બનાસકાંઠા જિલ્લાના પાણીના તડ ઉપર આવી શકે એમ છે.

 

Download Our B K News Today App



Related News