લાખણીમાં હિંગળાજ માતાજીનો પાટોત્સવ ઉજવાશે : બજાર સંપૂર્ણપણે બંધ રહેશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-01 12:54:20
  • Views : 498
  • Modified Date : 2019-06-01 12:54:20

લાખણીમાં બિરાજમાન પરચાધારી હિંગળાજ માતાજીનો દરવર્ષે ગામલોકો દ્વારા વૈશાખ વદ તેરસના દિવસે પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજરોજ તારીખ ૦૧/૦૬/૨૦૧૯ ને શનિવારના દિવસે હિંગળાજ માતાજીના પાટોત્સવની ઉજવણી કરાશે. જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે માતાજીનો યજ્ઞ કરવામાં આવશે અને આખા ગામની જોપાચુંદડી રાખવામાં આવે છે આ પાટોત્સવને લઈને ગામમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે તેમજ લાખણી બજારના વેપારીઓ સંપૂર્ણ બંદ પાળશે.


Download Our B K News Today App



Related News