ડીસામાં હિન્દુ યુવા સંગઠન દ્વારા દ્વારા મંદબુદ્ધિના અજાણ્યા માણસની મદદ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-25 12:55:04
  • Views : 314
  • Modified Date : 2021-09-25 12:55:04

     બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી હિન્દુ યુવા સંગઠન દ્વારા અનેક સેવાના કાર્યક્રમો કરી રહ્યા છે જેવા કે કોઈને રહેવા ઘર હોય તો તેમને ઘર જેવી સગવડ પણ કરી આપવામાં આવી હતી તેમજ અમુક લોકોને ઘરમાં ખાવાનું હોય તેમને ખાવા નું પૂરું પાડ્યું છે તેમજ ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં મંદ બુદ્ધિના માણસો જે ખરાબ રીતે પોતાનું જીવન જીવતા હોય છે તેમને મદદ કરી નવી જિંદગી આપતા હોય છે ત્યારે આજે વધુ એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે રિલાઇન્સ પેટ્રોલ પંપ પાસે કોઈ વ્યક્તિ બેભાન અવસ્થામાં હતો   વ્યક્તિને તાત્કાલિક 108 બોલાવી સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો હતો બીજા દિવસે સવારે વ્યક્તિને ચા નાસ્તો કરાવી  દાઢી કરાવી નવરાવી ને નવા કપડાં પહેરાવી સિવિલ ખાતે લઈ જવામાં આવ્યો હતો . ત્યારબાદ વ્યક્તિને ડીસાનાં ઉત્તર પોલીસ સ્ટેશન માં લઈ ગયા હતા .અને ત્યાથી ઉમતા આશ્રમ ખાતે તેને લઈ જવામાં આવ્યો હતો તે મંદબુદ્ધિના અજાણ્યા માણસને હિન્દુ યુવા સંગઠન દ્વારા નવી જિંદગી આપી સેવાનું કાર્ય કરી એક સમાજમાં માનવતા હજુ લોકોમાં જીવે છે તેવુ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

 

 

 

 

 

Download Our B K News Today App



Related News