શ્રાવણ માસની શરૂઆત સાથે હિન્દુ ધર્મના તહેવારો શરૂ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-12 12:24:01
  • Views : 292
  • Modified Date : 2021-08-12 12:24:01

     શ્રાવણ માસની શરૂઆત થતા જ હિન્દુ ધર્મના અનેક વ્રત અને તહેવારો શરૂ થઇ જતા હોય છે ત્યારે આજે ડીસાના ત્રણ હનુમાન મંદિર ખાતે નાની બાળાઓએ ફૂલ કાજળીના વ્રતની ઉજવણી કરી હતી..

હિન્દૂ ધર્મમાં વ્રત અને તહેવારોનું એક આગવું મહત્વ રહેલું છે. જેમાં શ્રાવણ માસની શરૂઆત થતા જ હિન્દુ ધર્મના અનેક વ્રત અને તહેવારો શરૂ થઇ જતા હોય છે ત્યારે આજે શ્રાવણ સુદ ત્રીજને દિવસે ફૂલ કાતરીનું વ્રત ખાસ કરીને કુંવારી કન્યા ઓ કરે છે. ત્યારે આજે ડીસા શહેરમાં પણ કુમારી કન્યાઓએ ફુલ કાતરી નુ વ્રતની ઉજવણી કરી હતી ડીસા ખાતે આવેલ ત્રણ હનુમાન ખાતે સવારથી જ કુમારી કન્યાઓ એ ભગવાન ભોળાનાથની પૂજા-અર્ચના કરી હતી આ વ્રત દરમિયાન કન્યાઓ ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે.સારો ‘વર'મેળવવા માટે યુવતિઓ ફૂલ કાતરીનું વ્રત કરે છે.

પવિત્ર શ્રાવણ માસની અજવાળી ત્રીજના દિવસે કુંવારિકાએ સવારે સૂર્યોદય પહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી શણગાર સજી ભગવાન ભોળેનથ મંદિરે જઈ પ્રથમ શિવ પાર્વતીની પુર્ણ શ્રદ્ધાથી પૂજા કરે છે.  ત્યારબાદ ગણેશજીની ભાવથી પૂજા કરી પછી ફુલ સુંઘીને ફળાહાર કરે છે.

 આ દિવસે વ્રત કરનાર ઉપવાસ કરે તો ઉતમ ફળને પામે છે. વળી પ્રભુને પરમ પ્રિય એવા ફુલને સુંઘ્યા પછી જળપાન કે ફળાહાર કરવામાં આવે છે. સાંજના સૂર્યાસ્ત પછી તરત જ જગતમાતા ગાયની પૂજા કરવામાં આવે છે.આ વ્રત છોડવામાં આવે છે.

Download Our B K News Today App



Related News