હિંમતનગરમાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-19 14:39:25
  • Views : 352
  • Modified Date : 2020-02-19 14:39:25

હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં આવેલ ઉમિયાવાડી ખાતે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ શિખર મંદિર પરિસરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સમસ્ત પાટીદારો સહિત ધર્મપ્રેમી જનતા ઉત્સાહપૂર્વક પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવાની છે. ત્યારે ૩૦૦થી વધુ યજમાનો ત્રણ દિવસ સુધી બનાવવામાં આવેલા ૧૦૯ યજ્ઞકુંડમાં વેદોકત મંત્રોચ્ચાર સાથે આહુતિ આપશે.આ અંગે મહોત્સવ સમિતિના આયોજકોના જણાવ્યા મુજબ તા.૨૪ ફેબ્રુઆરી દરમિયાન યોજાનારા ઉમિયા માતાજીના મંદિરમાં ઉજવાનાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અંતર્ગત ઉમિયાવાડી પરિસરમાં યજ્ઞકુંડ બનાવવાની કામગીરી સહિત મંડપ બાંધવાની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે બીજીતરફ રૂા.૭ કરોડના ખર્ચે તૈયાર થયેલ ઉમિયા માતાજી મંદિરને આખરી ઓપ અપાઇ રહ્યો છે. આમ ત્રણ દિવસ સુધી ચાલનાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા આવનાર શ્રધ્ધાળુઓ માટે ત્રણ દિવસ સુધી મહાપ્રસાદનું આયોજન કરાયુ છે. જે મહોત્સવમાં આવનાર દર્શનાર્થીઓના ધસારાને ધ્યાનમાં લઇ રોજના ૨૦ હજારથી વધુ લોકો મહાપ્રસાદ લેશે તેમ માનવામાં આવી રહ્યુ છે.

Download Our B K News Today App



Related News