હિંમતનગર : રખડતાં ઢોરોએ મહિલાને અડફેટે લેવાની ઘટના સર્જાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-14 18:49:22
  • Views : 73
  • Modified Date : 2024-06-14 18:49:22

હિંમતનગર શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં અલગ અલગ ત્રણ સ્થળો પર રખડતાં ઢોરોએ મહિલાને અડફેટે લેવાની ઘટના સામે આવી છે. શુક્રવારે પણ બે સ્થળો પર બે અલગ અલગ બનાવોમાં મહિલાઓને અડફેટે લેવાની ઘટના સામે આવી છે. જેમાં મહાવીરનગર ચાર રસ્તા પર લડતા બે આખલાઓએ બે મહિલાઓને અડફેટે લીધી હતી. જેમાં એક મહિલાને ઈજાઓ પહોંચી હતી.જ્યારે બીજો બનાવ હિંમતનગર શહેરના ટાવર ચોક થી જૂની જિલ્લા પંચાયત તરફના માર્ગ પર લડતા આખલાઓ રોડ પર દોડ્યા હતા. આ દરમિયાન રોડ સાઈડ પાર્ક કરેલા ટુ વ્હિલર-મોપેડ વાહનોને આખલાઓએ બાખડવા દરમિયાન નીચે પાડી દીધા હતા. આમ વાહનોને નુક્શાન પહોંચ્યું હતુ. બુધવારે એક મહિલાને મોપેડ પર જવા દરમિયાન આખલાએ અડફેટે લેતા સારવાર અર્થે ખસેડવાની ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો. તો પાલિકા તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવતી હોવાને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News