હિંમત વિદ્યાનગર કોલેજના સિ.કલાર્કને અપાઈ શ્રધ્ધાંજલિ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-03 10:44:05
  • Views : 450
  • Modified Date : 2019-04-03 10:44:05

હિંમત વિદ્યાનગર Âસ્થત અમરજયોત એજ્યુકેશન ટ્રસ્ટ, રાધનપુર સંચાલિત ત્રિકમજીભાઈ ચતવાણી આર્ટ્‌સ એન્ડ જે.વી.ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજ, રાધનપુરમાં
સને-૧૯૯૩ થી ફરજ બજાવતાં સિનિયર કલાર્ક નરેન્દ્રભાઈ સોલંકીનું
તા. ૦૧-૦૪-૨૦૧૯ના રોજ દુઃખદ અવસાન થયેલ. તેઓએ ખૂબ જ નિષ્ઠાપૂર્વક, ઈમાનદારીથી કાર્ય કરેલ છે. તેઓની કામની ચીવટ, સતત ક્રિયાશીલતા અને હસમુખ સ્વભાવને કારણે સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં પ્રિય હતા. પ્રિ.ર્ડા.સી.એમ.ઠક્કર અને ટ્રસ્ટ પ્રમુખ ડો.મહેશભાઈ મુલાણીએ તેમના સદ્‌ગુણોને યાદ કરી તેમની કાર્યનિષ્ઠાની પ્રશંસા કરી હૃદયપૂર્વક શ્રધ્ધાંજલિ પાઠવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મોટી
 સંખ્યા ઉપÂસ્થત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અને શ્લોકગાન ડો.ચિરાગ રાવેલે કરેલ.


Download Our B K News Today App



Related News