હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પાછલા 3 દિવસથી મોસમ ઠંડુગાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-30 14:37:40
  • Views : 498
  • Modified Date : 2019-12-30 14:37:40

હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પાછલા 3 દિવસથી મોસમ ઠંડુગાર છે. આમ સતત બીજા દિવસે પણ માઉન્ટ આબુનુ તાપમાન - ૩ ડિગ્રી જોવા મળ્યું હતું. આમ તાપમાન ગગડતા આબુવાસીઓ ઠંડીમાં થર-થર કાંપી રહ્યા છે. ત્યારે વહેલી સવારે કાર ઉપર બરફની પરતો જામી જાય છે, કુંડાનું પાણી થીજી જાય,નળમાંથી પણ બરફના ટુકડા નીકળી રહ્યા છે. આબુના બાગ બગીચા સફેદ રંગના બર્ફીલા જોવા મળી રહ્યા છે. જ્યારે વહેલી સવારે જંગલ વિસ્તારના નદી-નાળામાં પાણી થીજી જાય છે અને પાણીની ઉપર બરફ જામી જતા ઠંડીનો અહેસાસ કરી શકાય છે. માઉન્ટ આબુના જંગલ વિસ્તાર નજીકના ઝરણાઓમાં સૌથી વધુ ઠંડીની અસર વર્તાય છે. 

Download Our B K News Today App



Related News