ધુમ્મસની ચાદર ઓઢી હિલ સ્ટેશનમાં ફેરવાયું ગાંધીનગર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-13 11:49:08
  • Views : 289
  • Modified Date : 2020-12-13 11:49:08

ગાંધીનગરમાં ગઈકાલે થયેલા માવઠાથી આજે સવારે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું. દેશની રાજધાની દિલ્હીની જેમ ગાંધીનગર શહેરમાં પ્રદૂષણના બદલે કમોસમી વરસાદનાં કારણે ધુમ્મસ સાથે ઝાકળ પડયું હતું. જેનાં કારણે ગાંધીનગરમાં સવારે વિજિબિલિટીમાં ઘટાડો થતાં ૫૦ મીટર દૂરનું પણ નહીં દેખાતાં વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી.
ગાંધીનગરમાં ગઈકાલે કમોસમી વરસાદ પડતાં ઠંડીનો ચમકારો જાેવા મળ્યો હતો. જેમાં આજે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવાં છતાં વરસાદ કે છાંટા પડ્યા નહોતા. પરંતુ આજે સવારે ૮ - ૯ વાગ્યા સુધી ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું. જેમાં સવારે સામાન્ય વરસાદ પડ્યો હોય તેટલું ઝાકળ પણ પડ્યું હતું.
ગાંધીનગર શહેર અને જિલ્લામાં આજે સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેતાં ૫૦ મીટર દૂર પણ જાેઈ શકાતું નહોતું. જ્યારે પાટનગર ધુમ્મસની ચાદર ઓઢીને હિલ સ્ટેશનમાં ફેરવાઈ ગયું હતું. જેનાં કારણે ગાંધીનગરમાં સવારે વિજિબિલિટીમાં ઘટાડો થતાં ૫૦ મીટર દૂરનું પણ નહીં દેખાતાં વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી.

Download Our B K News Today App



Related News