દેશમાં સૌથી વધારે નકલી નોટો ગુજરાતમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-26 19:46:45
  • Views : 697
  • Modified Date : 2019-11-26 19:46:45

નેશનલ ક્રાઈમ બ્યૂરો રિપોર્ટ (NCRB) અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)નાં આંકડાઓ મુજબ વર્ષ 2017માં દેશભરમાંથી પકડાયેલી ફેક કરન્સીમાં ગુજરાતનો હિસ્સો 32 ટકા હતા. આ એક જ વર્ષમાં રૂ. 9 કરોડની નકલી નોટો પકડાઈ હતી. ગુજરાત દેશમાં નકલી નોટોનો ગઢ હોય તેવા આંકડાઓ સામે આવ્યા છે.  જ્યારે નકલી નોટો મામલે બીજા નંબરે દેશની રાજધાની દિલ્હી આવે છે. ગુજરાત અને દિલ્હીમાં 50 ટકાથી વધારે નકલી નોટો પકડાઈ છે. 


નોટબંધી બાદ પ્રથમ રિપોર્ટમાં નવેમ્બર 2016માં દેશમાં રૂ.500 અને 1000ની નોટોને ચલણમાંથી બંધ કરવામાં આવી હતી. તે મુજબ 2017માં રૂ. 28.1 કરોડની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી. જે 2016માં જપ્ત કરવામાં આવેલી નકલી નોટોની તુલનામાં 76 ટકા વધારે છે.નોટબંધી બાદ પ્રથમ રિપોર્ટમાં દેશભરમાં જપ્ત કરાયેલી નકલી નોટોને લઈને એક વર્ષના આંકડા લેવામાં આવ્યા છે.  ત્યારે રૂ. 15.9 કરોડની કિંમતની નકલી નોટ જપ્ત કરવામાં આવી હતી.


રાજ્યનકલી નોટોની સંખ્યા
કિંમત (રૂપિયામાં)
ગુજરાત80,5199 કરોડ
દિલ્હી1.08 લાખ6.79 કરોડ
ઉત્તર પ્રદેશ28,3182.86 કરોડ
પશ્ચિમ બંગાળ14,7701.93 કરોડ
કેરળ18,4981.30 કરોડ
આંધ્રપ્રદેશ33,0471.2 કરોડ

રૂ. 2000ના મૂલ્યની નકલી નોટોની ટકાવારી 53 ટકાથી વધુ છે. જપ્ત નોટોમાં બીજી સૌથી વધારે કિંમતની નોટો એક હજારની રૂ. 6.57 કરોડ હતી. દરિમયાન રૂ. 5ની નકલી નોટોમાં 43 ટકાનો કડાકો થયો છે. 2016માં 2001 નકલી નોટ જપ્ત કરાઈ હતી. જ્યારે 2017માં માત્ર 46 નકલી નોટો જપ્ત કરાઈ હતી.

2017માં પકડાયેલી નકલી નોટોમાં સૌથી વધારે સંખ્યા (1.02 લાખ) ચલણમાંથી રદ્દ કરાયેલી રૂ. 500ની નોટોની હતી. પરંતુ કુલ મૂલ્યમાં નવીન જારી કરાયેલી રૂ. 2000ની કિંમતની નોટો વધારે હતી. આ વર્ષે રૂ. 2000ની 74,878 નકલી નોટો પકડવામાં આવી હતી. જેનું મૂલ્ય રૂ. 14.97 કરોડ થાય છે. આ નકલી નોટોની કુલ કિંમતના 53 ટકા છે. 

નોટકુલ સંખ્યા
200074,898
100065,731
500 (જૂની)1.02 લાખ
500 (નવી)8,879
10092,778
50 (જૂની)3,347
50 (નવી)155

Download Our B K News Today App



Related News