પાટડીના શિક્ષકની આપઘાત મામલે પત્નીની ધરપકડ પર હાઈકોર્ટનો સ્ટે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-10 17:14:55
  • Views : 45
  • Modified Date : 2025-03-10 17:14:55

- બજાણા રેલવે ફાટક પાસે દોઢ મહિના પહેલા કરેલા

- શિક્ષિક પત્ની અને સાસુ- સસરાએ માનસિક ત્રાસ ગુજાર્યો હોવાની શિક્ષકના પરિવારે ફરિયાદ કરી હતી

- શિક્ષકની આત્મહત્યા પહેલા નવેમ્બર- ૨૦૨૪માં પત્નીએ શિક્ષકની ચાલ ચલગત અંગે પોલીસ મથકે અરજી કરી હતી

સુરેન્દ્રનગર : દસાડા તાલુકાના બજાણા-પીપળી રેલ્વે લાઈન પાસે દસાડા તાલુકાના વડગામના વતની અને પાટડીમાં રહેતા શિક્ષક મનોજ પરમારે ગત ૨૪ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતુ મૂકી જીવન ટૂંકાવ્યું હતું. જેની પ્રાથમિક તપાસમાં શિક્ષકે પત્નિ તેમજ સાસુ-સસરાના માનસીક ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું અને તેમના વિરૂધ્ધ બજાણા પોલીસ મથકે ગુન્હો પણ નોંધાયો હતો જે મામલે મૃતકના પત્નિએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા જેમાં હાઈકોર્ટ દ્વારા ધરપકડ સ્ટે આપવામાં આવ્યો છે અને વધુમાં ફરિયાદ રદ કરવા માટે ફરિયાદી દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

દસાડા તાલુકાના વડગામના વતની અને પાટડી ખાતે રહેતા શિક્ષક મનોજ પરમારે અંદાજે બે મહિના પહેલા બજાણા પીપળી પાસે આવેલા રેલવે ફાટક પાસે અગમ્ય કારણોસર ટ્રેન નીચે ઝંપલાવી મોતને વ્હાલું કર્યુું હતું. જે બનાવ અંગે હાલની વિગતો મુજબ મૃતક શિક્ષક મનોજ પરમારની પત્ની હાલ કપરાડા તાલુકાના મોટી પલસાણ ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે તેમજ મૃતક શિક્ષકના પરિવારજનોએ પરણીતા(પત્નિ) અને સાસુ-સસરા પર આરોપ લગાવી તેમના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું અને આ મામલે પોલીસ મથકે ત્રણેય સામે ગુન્હો પણ નોંધ્યો હતો. પરંતુ આ ગંભીર આરોપો મૃતક શિક્ષકની પત્નીએ ફગાવી નોંધાયેલ ફરિયાદ બાબતે હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં હાઈકોર્ટ દ્વારા પત્નિની ધરચકડ પર સ્ટે આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત મૃતકની પત્નિ દ્વારા ફરિયાદ કરવા માટે પણ હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

અત્રે ઉલ્લેખીનય છે કે, મૃતક શિક્ષક મનોજ પરમારની પત્નિએ ગત નવેમ્બર ૨૦૨૪માં મૃતક પતિ તેમજ તેમના પરિવારજનો વિરૂધ્ધ ધરમપપુર પોલીસ મથકે લેખીત અરજી આપી હતી જેમાં મૃતક શિક્ષકની માનસીક હાલત સ્થિત ન હોવાથી પાટણ ખાતે સારવાર ચાલી રહી હોવાનું અને કુટેવ હોવાના કરણે દેણું થયું હોવનું તેમજ અન્ય સ્ત્રી સાથે સબંધો હોવાનો નામજોગ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. અગાઉ પણ મૃતક શિક્ષકે આત્મહત્યા કરવાની ચીમકી આપી હોવાનું પણ અરજીમાં જણાવાયું હતું અને આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા પણ પોલીસને જાણ કરી હતી. આથી હાલ મૃતકની પત્નિ અને તેના માતા-પિતા નિર્દોષ હોવાનું અને ખોટી રીતે સમાજમાં બદનામી થાય તે માટે ફરિયાદ નોધી હોવાનું પણ જણાવ્યું હતું. હાલ હાઈકોર્ટ દ્વારા ધરપકડથી સ્ટે આપવામાં આવ્યો છે પરંત નોંધાયેલ ગુન્હા બાબતે તપાસ શરૂ રહેશે તેમ પણ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News