ઉનાળામાં આગના બનાવોમાં વધારો થતા રાજ્યની તમામ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધાઓનો રિપોર્ટ રજૂ કરવા હાઇકોર્ટનો આદેશ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-02 18:07:53
  • Views : 59
  • Modified Date : 2025-05-02 18:07:53

રાજ્યમાં હાલમાં ઉનાળાની શરૂઆત થી જ આગ લાગવાની દુર્ઘટનાઓ અવારનવાર બને છે ત્યારે સમગ્ર રાજ્યમાં આવેલી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ બાબતની વિગતો રજૂ કરવા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદી ની ખંડ પીઠે આજરોજ આદેશ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં બહુમાળી બિલ્ડીંગો શાળાઓ તેમજ હોસ્પિટલોમાં ફાયર સેફટી ની સુવિધાઓ તેમજ રાજ્યના ફાયર અને ઈમરજન્સી વિભાગમાં યોગ્ય સ્ટાફની ભરતી બાબતની જાહેર હિતની અરજીની સુનાવણી આજે હાથ ધરવામાં આવી હતી.

તે દરમિયાન હાઇકોર્ટ દ્વારા શાળાઓમાં ફાયર સેફ્ટી તેમજ હોસ્પિટલોમાં ફાયર સેફટી બાબતે પૂછપરછ કરવામાં આવી હતી. આ બાબતે તમામ વિગતો રજૂ કરવા માટે સરકારે ખાતરી આપી હતી અને હવે આ કેસની સુનાવણી જુલાઈ મહિનામાં રાખવામાં આવેલી છે.

આજની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ દ્વારા રાજ્યની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ અંગે સવાલ કરવામાં આવેલો તેના જવાબમાં એડવોકેટ જનરલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ આ બાબતે એફિડેવિટ રજૂ કરીને સમગ્ર વિગતો જણાવશે. મુખ્યત્વે તમામ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી નું સુવિધાઓ છે પણ તેમ છતાં અમે આ બાબતે તપાસ કરીને અહેવાલ રજૂ કરીશું.

આથી ચીફ જસ્ટિસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી કે તમે આ બાબતે શું કાર્યવાહી કરશો અને કેવી રીતે આગળ વધશો તેના જવાબમાં એડવોકેટ જનરલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કેટલી હોસ્પિટલોમાં ફાયર એનઓસી તેની વિગતો મેળવવામાં આવશે અને જેમાં એનઓસી નહીં હોય તેની સામે શું કાર્યવાહી કરવાની છે તે બાબતે અમે નિર્ણય લઈશુ.

અમારી પાસે હોસ્પિટલો નું ડેટા છે અને ફાયર એનઓસી આપ્યા અંગેની વિગતો ઉપલબ્ધ છે.  આથી હાઇકોર્ટે નિર્દેશ કર્યો હતો કે તમે હોસ્પિટલોમાં તપાસ કરો કે કેટલી હોસ્પિટલોમાં એનઓસી આપવામાં આવેલી છે અને કેટલી હોસ્પિટલોને એનઓસી આપવાની અરજી વિભાગમાં પડતર છે કારણ કે તેઓએ કેટલીક શરતો પૂરી  કરી નથી.

આથી અદાલતે નોંધાયેલી હોસ્પિટલ અને તેની ફાયર એનઓસી અંગે વિગતવાર અહેવાલ રજૂ કરવાનો આદેશ કર્યો હતો. બીજું બાજુ રાજ્ય સરકાર દ્વારા 137 જેટલી શાળાઓમાં હજુ સુધી ફાયર સેફ્ટી નહીં હોવાનો અને તમામ સરકારી શાળા ફાયર સેફટીથી સજ્જ હોવાની માહિતી આપી હતી.  બીજી બાજી રાજ્ય માં ફાયર બ્રિગેડના સ્ટાફ સ્ટ્રક્ચર ની માહિતી રજૂ કરવા પણ સરકાને નિર્દેશ આપવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News