બનાસકાંઠા ના રસાણા ગામે એક ખેડૂત સામે ખોટી ફરિયાદ કરતાં હાઇકોર્ટે ફરિયાદી અને 5 અધિકારીઓને નોટિસ ફટકારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-26 11:47:04
  • Views : 370
  • Modified Date : 2022-04-26 11:47:04

બનાસકાંઠા ના રસાણા ગામે એક ખેડૂત સામે ખોટી ફરિયાદ કરતાં હાઇકોર્ટે ફરિયાદી અને 5 અધિકારીઓને નોટિસ ફટકારી

બનાસકાંઠા ના રસાણા ગામે એક ખેડૂત સામે ગેરકાયદેસર રીતે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાઇ હતી જે મામલે ખેડૂતે હાઇકોર્ટે માં ફરિયાદ કરતા તેમના લેન્ડ ગ્રેબિંગ ની ખોટી ફરિયાદ પર સ્ટે આપી આ ફરિયાદ કરનાર શખ્સ અને 5 જેટલા અધિકારીઓને નોટિસ ફટકારી છે

 

ડીસા તાલુકાના રસાણા ગામે રહેતા ભરત રબારી નામનો યુવક ખેતી કરી પરિવાર નું ગુજરાન ચલાવે છે  તેમની જમીન ની બાજુમાં આવેલ સર્વે ન. 227 પૈકી 3  ના પ્લોટ ન. 13, 14 અને 19 ના માલિક કૃણાલ શાહે તેમના પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કર્યું હોવાની લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી, તે સમયે પંચનામું કરતી વખતે પણ ભરતભાઈએ સર્કલ ઓફિસર અને મામલતદાર ને જો દબાણ હોય તો તેઓ સ્વખર્ચે દૂર કરવા તૈયાર છે તેવું લેખિત માં જણાવ્યું હતું તેમ છતાં પણ અધિકારીઓએ દબાણ કર્યું હોવાનો નાયબ કલેક્ટર ને રિપોર્ટ કર્યો હતો. જેના આધારે ભરતભાઇ પર લૅન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ દાખલ થતાં તેમની ધરપકડ થઈ હતી જો કે જેલમાંથી છૂટ્યા બાદ તેમણે તરત હાઇકોર્ટે માં અરજી દાખલ કરી હતી જેમાં ભરતભાઇ એ કૃણાલભાઈ ની જમીન પર કોઈપણ પ્રકાર નું દબાણ ન હોવાના આધાર પુરાવા રજુ કરતા હાઇકોર્ટે કૃણાલભાઈ ની ફરિયાદ પર સ્ટે આપ્યો હતો અને ખોટી ફરિયાદ કરનાર કૃણાલ શાહ સહિત કલેક્ટર, નાયબ કલેક્ટર, મામલતદાર, લેન્ડ રેકર્ડ અધિકારી, સર્કલ ઓફિસર અને  ડીસા રૂરલ પોલિસ ને હાઇકોર્ટે માં હાજર રહેવા નોટિસ આપી છે, ખોટી ફરિયાદ કરી હેરાન કરનાર સામે કડક કાર્યવાહી થાય તેવી ખેડૂત ની માંગ છે . . . 

 

 ( મારી સામે ખોટી ફરિયાદ થઈ હતી, મેં હાઇકોર્ટે માંથી સ્ટે મેળવ્યો છે, ખોટી ફરિયાદ કરનાર વ્યક્તિ સહિત અધિકારીઓ ને હાઇકોર્ટે નોટિસ આપી છે  )

 

સરકારે ગેરકાયદેસર દબાણ કરતા લોકો સામે સકાંજો કસવા લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાવ્યો છે પરંતુ કેટલાક લોકો તેનો ગલત ફાયદો ઉઠાવી રહ્યા છે ત્યારે આવા લોકો સામે કડક કાર્યવાહી થાય તેવી પીડિત ખેડૂત ની માંગ છે . . . .

Download Our B K News Today App



Related News