રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ સોલંકી સામેના બે ક્રિમીનલ કેસ હાઇકોર્ટે રદ કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-05 13:58:51
  • Views : 414
  • Modified Date : 2020-11-05 13:58:51

          રાજ્યના મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ સોલંકી સામેના 1996માં નોંધાયેલા બોગસ વોટિંગના અને ૨૦૧૪માં નોંધાયેલા બેનામી રોકડના કેસની ફરિયાદ અને કાર્યવાહી ગુજરાત હાઇકોર્ટે રદ કરી છે. આ ઉપરાંત 2014ની ચૂંટણી દરમિયાન રાજકોટ જિલ્લાના જસદણમાં અને 1996ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાવનગરમાં નોંધાયેલા કેસ રદ કરવાની પરષોત્તમ સોલંકીની બન્ને પિટિશન મંજુર કરવામાં આવી છે.ભાવનગરમાં પોલીસે વર્ષ 1996માં વિધાનસભા ચૂંટણી દરમિયાન કેમિકલની 19 બોટલ સાથે બે શખ્સોને ઝડપ્યા હતા. ચૂંટણીમાં વપરાતી શાહીને ભૂંસવા માટે આ કેમિકલ વપરાતું હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું હતું અને આ શખ્સોએ એવી કબૂલાત કરી હતી કે તેઓ પરષોસત્તમ સોલંકીના એજન્ટ છે. આ કેસમાં પ્રથમ ચાર્જશીટમાં અરજદાર સોલંકીનું નામ નહોતું પરંતુ પુરવણીની ચાર્જશીટમાં બે વર્ષ બાદ તેમને આરોપી તરીકે દર્શાવાયા હતા. આ કેસમાં વર્ષ 2016માં કોર્ટ વોરંટ પણ જારી કર્યુ હતું.વર્ષ 2014માં પરષોત્તમ સોલંકી ભાજપના સ્ટાર પ્રચારક હતા અને તેઓ હેલિકોપ્ટરમાં જસદણ પ્રચાર માટે આવ્યા હતા. તેઓ જસદણ ઉતર્યા ત્યારબાદ ચૂંટણી અધિકારીઓની ટીમે તેમના હેલિકોપ્ટરમાંથી 1.75 લાખ રૃપિયાની રોકડ ધરાતી સ્યુટકેસ ઝડપી હતી. જેના આધારે ચૂંટણી અધિકારીએ મેજિસ્ટ્રેટ સમક્ષ ફરિયાદ કરી હતી. જેને રદ કરવાની પિટિશનમાં રજૂઆત કરાઇ હતી કે આ કેસમાં પોલીસે આપેલા રિપોર્ટ સામે ચૂંટણી અધિકારીએ કોઇ વાંધો ઉઠાવ્યો નથી.

Download Our B K News Today App



Related News