અમદાવાદમાં નશો કરવાનો ખર્ચ કાઢવા ડ્રગ્સ પેડલર બની હાઈફાઈ યુવતી, નશાની હાલતમાં જ રખિયાલથી ઝડપાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-24 13:21:20
  • Views : 199
  • Modified Date : 2022-07-24 13:21:20

એસઓજી ક્રાઇમે નશો કરનાર અને નશો કરવા માટે ખર્ચ કાઢવા પેડલર બનેલી એક હાઇફાઈ યુવતીની ધરપકડ કરી છે. ઇવેન્ટ મેનેજમેન્ટના કામમાં નશાની આદિ બનેલી આ યુવતીને પોલીસે હાઇવે પરથી ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. એનડીપીએસના ગુનામાં પોલીસ ઝપટે ચડેલી યુવતીએ વર્ષ 2017 માં ઇવેન્ટનું કામ કરનારી યુવતીએ સૌ પ્રથમ પોતાના મિત્ર વર્તુળ સાથે ડ્રગ્સનું સેવન કર્યું હતું. ત્યારબાદ મહિલાએ બીજી વખત ગોવા જઈને ડ્રગ્સ લીધું હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી. બાદમાં એક બાદ એક તેને એમડી ડ્રગ્સના નશાની લત લાગી ગઈ અને ઘરે બેસીને પણ તે નશો કરવા લાગી હતી.

એસઓજી ક્રાઇમ બ્રાન્ચે વધુ સઘન તપાસ હાથ ધરી
એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ઝપટે ચડેલી હરપ્રિત કૌર નામની યુવતી પહેલા નશાના રવાડે ચઢી હતી અને ત્યારબાદ એમ.ડી ડ્રગ્સની પેડલર બની ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ડ્રગ્સનો નશો કરવો મોંઘુ પડી રહ્યું હતું જેથી આ મહિલા જેની પાસેથી ડ્રગ્સ ખરીદતી હતી તે લોકોએ આ મહિલાને ડ્રગ્સ વેચવાનું કહ્યું અને બાદમાં ડ્રગ્સ માફિયાઓની જાળમાં ધીમે ધીમે ફસાતી ગઈ અને આખરે આ મહિલા આજે જેલના સળિયા પાછળ ધકેલાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે હરપ્રિત કૌરે પોલીસ સમક્ષ એવી કેફિયત વર્ણવી છે કે તે એમ.ડી ડ્રગ્સનો જથ્થો શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલા સાદ રાજપૂત નામના વ્યક્તિ પાસેથી લાવતી હતી જે અનુસંધાને એસઓજી ક્રાઇમ બ્રાન્ચે હાલ આ સાદ રાજપૂત નામના વ્યક્તિને દબોચી લેવા માટેની કવાયત હાથ ધરી છે.બીજી તરફ આ મહિલા ગોવા શા માટે ગઈ હતી અને ત્યાં જઈને કોની પાસેથી ડ્રગ્સ ખરીધ્યું હતું અથવા તો વેચવા માટે ગોવાથી અમદાવાદ લાવી હતી કે કેમ એવા તમામ મુદ્દાઓને લઈને એસઓજી ક્રાઇમ બ્રાન્ચે વધુ સઘન તપાસ હાથ ધરી છે. 

 

Download Our B K News Today App



Related News