હાય ગરમી...!

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-03 13:44:30
  • Views : 254
  • Modified Date : 2022-05-03 13:44:30

 

                મે માસની શરૂઆત થઈ ચૂકી છે અને ઉનાળાની ગરમી હવે તેનો સિતમ દર્શાવી રહી છે.. એપ્રિલ માસમાં ગરમીએ જે પ્રકોપ દર્શાવ્યો છે તે પ્રકોપ ખૂબ જ ખતરનાક સાબિત થયો છે,.. છેલ્લા કેટલાક વર્ષોમાં એપ્રિલમાં માસમાં આ વર્ષે સહુથી વધુ ગરમી પડી છે.. પવનની દિશા બદલાતા અચાનક ગરમીનું પ્રમાણ વધવા માંડ્યુ હતું.. અચાનક દક્ષિણ દિશા તરફથી શરૂ થયેલા પવનને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું અને તેની અસર હવામાન પર જોવા મળી હતી.. હવામાનમાં બેતાળીસ ડિગ્રી તાપમાનમાં પણ અસહ્ય બફારાનો લોકોને એહસાસ કરવો પડ્યો હતો.. પરંતુ આજથી અચાનક હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે.. પવનની દિશા વધવા ઉપરાંત વાતાવરણ પણ ધૂળ અને વાદળછાયું જોવા મળ્યું હતું.. અને તેના લીધે લોકો  ગરમીમાથી આંશિક રાહત અનુભવી હતી.. હવામાન વિભાગના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે આ અઠવાડીયા દરમ્યાન ગરમીનું પ્રમાણ ઓછું રહેશે પરંતુ આવતા અઠવાડીયાથી એકવાર ફરી અસહ્ય ગરમીનો સ્પેલ શરૂ થશે. પરંતુ જે પ્રમાણે ડીસા શહેરમાં છેલ્લા બે દિવસથી પડી રહેલી ૪૨ થી ૪૪ ડિગ્રી ગરમી ના કારણે લોકો ઘરની બહાર નીકાળવાનું પણ ટાળતા હતા. અને બપોરના સમયે જે પણ લોકો બહાર નીકળતા હતા તે પણ ગરમીથી રક્ષણ મેળવવા માટે મોઢા પર રૂમાલ હાથમાં મોજા અને માથા પર કેપ પહેરીને નીકળતા હતા જેના કારણે ગરમીથી બચી શકાય સૌથી વધુ લોકો ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણાનો ઉપયોગ કરતા હતા આજે પણ બપોર સુધી ડીસા શહેરમાં પડી રહેલી ભારે ગરમીના કારણે બપોર સુધી ડીસા શહેરના તમામ રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા

Download Our B K News Today App



Related News