વેરાવળ દરિયાઇ પટ્ટી પરથી 350 કરોડનું હેરોઇન ઝડપાયુ, 9 આરોપીની ધરપકડ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-23 13:42:46
  • Views : 59
  • Modified Date : 2024-02-23 13:42:46

રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થો ઝડપાતા રહેતા હોય છે. ત્યારે ફરી એક વાર  ગીરસોમનાથમાંથી હેરોઈનનો જથ્થો ઝડપાયો છે. ગીર સોમનાથના દરિયાઇ પટ્ટી પરથી કરોડોનું હેરોઇન ઝડપાયું  છે. ગીર સોમનાથના વેરાવળ દરિયાઇ પટ્ટી પરથી  350 કરોડનું હેરોઇન ઝડપાયુ છે. 50 કિલો હેરોઇન સાથે 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 1 સેટેલાઇટ ફોન, 2 બોટ અને 1 વાહન જપ્ત કરવામાં આવી છે.વેરાવળ દરિયાઇ માર્ગથી ડિલેવરી પહેલા પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આ ઓપરેશન પાર પાડ્યું  છે. હેરોઇન ક્યાંથી આવ્યું અને કોને આપવાનું હતું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ 350 કરોડનું ડ્રગ્સ ઝડપાવવાનો કેસમાં ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વીટમાં લખ્યુ છે કે મુખ્ય આરોપીઓને ઝડપી લેવાયા છે. કોઇપણ પણ ચમરબંધીને નહીં બક્ષાય.

Download Our B K News Today App



Related News