ડીસાના રાણપુર ગામે રેતીની ગેરકાયદેસર થતી હેરાફેરી અટકાવવા આવેદન પત્ર અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-13 11:38:48
  • Views : 380
  • Modified Date : 2021-02-13 11:38:48

ડીસા તાલુકાના રાણપુર ઉગમણા વાસ ગામે
પરવાનાવાળી અને પરવાના વગરની કવોરીઓમાંથી મોટા પ્રમાણમાં નિતિ નિયમો નેવે મુકીને ગેરકાયદેસર રીતે ખનિજ ચોરી થતી હોવાના આક્ષેપ સાથે સરપંચ સહિત ગ્રામજનોએ ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી તપાસની માગ કરવામાં આવી છે.
બનાસકાંઠાના ડીસા
પંથકમાં કિંમતી એવી બનાસ નદીની રેતીની સમગ્ર રાજ્યમાં મોટી માંગ રહે છે. જે કિંમતી રેતીની મોટા પાયે હેરાફેરી અને રોયલ્ટી ચોરી થતી હોવાની બુમો લાંબા સમયથી ઉઠવા પામી છે. મોડી રાત્રે  અને વહેલી સવારે નિયમ વિરુદ્ધ નદીના પટમાં ખનન કરી હેરાફેરી કરવાનું નેટવર્ક લાંબા સમયથી ચાલી રહ્યું છે જેના પગલે રાણપુર વચલા વાસના ગ્રામજનોએ ખનન માફિયાઓ વિરુદ્ધ નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. આ બાબતે ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમારા રાણપુર ગામની સીમમાં આવેલી બનાસ નદીના પટમાંથી ખનન માફિયાઓ દ્વારા મોટા
પાયે રેતી ચોરી કરવામાં આવી રહી છે અને આ હેરાફેરી બેરોકટોક ચાલી રહી છે છતાં અધિકારીઓ દ્વારા આ ખનન માફિયાઓને છાવરતા હોવાથી તેઓને કોઈનો પણ ડર રહ્યો નથી. જેથી સતત રેત ભરેલા ડમ્પરો દોડી રહ્યાં છે.
 આ બાબતે સરપંચ અને ગ્રામજનો  દ્વારા ટ્રકો રોકાવી
પૂછપરછ કરવામાં આવતા ઉડાઉ જવાબો આપવામાં આવે છે અને આ બાબતે મહિલા સરપંચના પતિ ઉપર હુમલો કરવાની કોશિશ પણ કરવામાં આવી હતી.
આ બાબતે ગ્રામજનો દ્વારા મામલતદારને ટેલિફોનિક જાણ કરતા સર્કલ ઓફિસર દોડી આવ્યા હતા. પરંતુ તેમની હાજરીમાં જ રેતીની રોયલ્ટી વગર જતી ટ્રકો ખાલી કરવામાં આવી હતી. જાેકે બેફામ બનેલા આ ખનન માફિયા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે  ગ્રામજનોએ નાયબ કલેક્ટરને  આવેદનપત્ર પત્ર પાઠવી ઉગ્ર રજુઆત કરી હતી.

Download Our B K News Today App



Related News