જૂનાડીસા ગામ નજીક આવેલી સરયૂનગર પ્રાથમિક શાળામાં સેવાભાવી લોકો દ્વારા બાળકોને ભોજન આપ્યા બાદ તેના ફોટો સોસિયલ મીડિયામાં વાયરલ કરતાં મારમારી સર્જાઈ હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-15 11:36:00
  • Views : 801
  • Modified Date : 2022-04-15 11:36:00



ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી મારામારીની ઘટના ઓ એક બાદ એક સામે આવી રહી છે ખાસ કરીને આજે લોકો નજીવી બાબતમાં આવેશમાં આવી છે મારા મારી જેવી ગંભીર ગુનાહિત ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે ડીસા તાલુકાનાં જૂનાડીસા ગામ નજીક આવેલી સરયૂનગર પ્રાથમિક શાળામાં બાળકોને ભોજન આપવાની ઘટના વિવાદનું કેન્દ્ર બની છે.. સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના બંધ કરવામાં આવી હતી.. તે સમયે આ શાળાના બાળકોને ભાવેશ ગેલોત અને નિતિન સોની નામના સામાજિક સેવાભાવી આગેવાનો દ્વારા ભોજન આપવામાં આવ્યું હતું.. સેવાભાવી આગેવાનોએ ભોજન સમારંભ આપ્યા બાદ બાળકો સાથેના ફોટો સોસિયલ મીડિયામાં શેર કર્યા હતા. અને સોસિયલ મીડિયામાં આ ફોટા પર આપત્તિજનક ટિપ્પણીઓ થતાં શાળામાં અભ્યાસ કરતી બાળકીઓ કે જેમના ફોટોગ્રાફ સોસિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યા હતા તેમના પરિવારજનોએ મધ્યાહન ભોજનનું આયોજન કરનાર ભાવેશ ગેલોતને આ ફોટો ગ્રાફ સોસિયલ સાઇટ પરથી દૂર કરવા જણાવ્યુ હતું અને ત્યાંથી જ વિવાદ શરૂ થઈ ગયો હતો.. અને આજે શાળાના વાલી અને ભાવેશ ગેલોત વચ્ચે બોલાચાલી થઈ હતી અને બાદમાં જુથ અથડામણ થતાં બંને પરિવારના લોકોને ઇજાઓ પહોંચી હતી.. બાદમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા..

Download Our B K News Today App



Related News