હવેથી હાઉસિંગ સોસાયટીઓ મન ફાવે તેમ નહીં ઉઘરાવી શકે ટ્રાન્સફર ફી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-01 16:12:11
  • Views : 90
  • Modified Date : 2024-03-01 16:12:11

ગુજરાત હાઉસિંગ બોર્ડ અને સ્લમ ક્લિયરન્સ સેલ દ્વારા રાજ્યમાં મકાનો માટે વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ તથા અન અધિકૃત બાંધકામની વપરાશ ફી ની રકમમાં રાહત આપવા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. ત્યારે ગુજરાત સરકારે હાઉસિંગ બોર્ડ દ્વારા વસુલવામાં ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ અને અનઅધિકૃત બાંધકામની વપરાશ ફી ની રકમમાં મકાન ધારકોને રાહત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મકાન માલીકોએ ટ્રાન્સફર ફી વન ટાઈમ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત હાઉસિંહ બોર્ડ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન કરીને પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા બેઠક યોજી હતી. તેમજ હાઉસિંગ બોર્ડનાં મકાનોમાં ટ્રાન્સફર ફી ના કિસ્સામાં મૂળ લાભાર્થી બાદ ઉત્તરોત્તર પાવર ઓફ એટર્નીનાં આધારે લેવાતી દરેક ટ્રાન્સફર ફી વન ટાઈમ વસૂલવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડની યોજનાઓ જેમાં ભાડા ખરીદ સમય પૂરો થોય હોય કે મકાનની 100 ટકાની રકમ ભરપાઈ કર્યા બાદ વિલંબથી થતા દસ્તાવેજોમાં વિલંબિત ચાર્જ પેટે પ્રતિ વર્ષે રૂા. 1 હજારની જગ્યાએ વન ટાઈમ વસૂલાત EWS માટે રૂા. 2 હજાર, LIG માટે રૂા. 4 હજાર, MIG માટે રૂા. 6 હજાર અને HIG માટે રૂા. 10 હજાર કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકાર દ્વાર આવાસ ધારકોનાં હિતમાં નિર્ણય કર્યો છે.  ગુજરાત હાઉસિંગ બોર્ડનાં આવાસ ધારકોને આર્થિક રાહત સાથે ફી ભરવામાં સરળતા આપતો નિર્ણયો કર્યા છે.  મુખ્યમંત્રીનાં આ નિર્ણયને કારણે જૂના અને જર્જરીત મકાનોનાં રિ-ડેવલપમેન્ટની પ્રક્રિયા ઝડપી થવાને કારણે ઈઝ ઓફ લિવિંગ વધશે.  ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીનાં અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, શહેરી વિકાસ અગ્ર સચિવ અશ્વિનીકુમાર, હાઉસિંગ કમિશ્નર સંદીપ વસાવા તેમજ સચિવ આર.જી. ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. 

Download Our B K News Today App



Related News