હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ની બાંધકામ સમિતિની બેઠક મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-30 12:06:04
  • Views : 577
  • Modified Date : 2019-04-30 12:06:04

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે સોમવારના રોજ મળેલી બાંધકામ સમિતિની બેઠકમાં રૂપિયા ૯ . ૩૫ કરોડ ના કામો ના ડ્રાફ્‌ટ પેપર ને મંજુરી આપવામાં આવી હતી તેમજ રૂપિયા ૬ કરોડના ખર્ચે થનાર કામો ને વહિવટી મંજૂરી આપવામાં આવી હતી તેમજ લોકસભાની ચૂંટણીની મતગણતરી બાદ આ કામોની ઓનલાઇન ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.યુનિવર્સિટી ખાતે આજરોજ કુલપતિ ડો અનિલ ભાઈ નાયક ની અધ્યક્ષતામાં યુનિવર્સિટીની બાંધકામ સમિતિની બેઠક મળી હતી જેમાં યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ એમ.બી.એ બિલ્ડીંગ નું રૂપિયા ૩ કરોડ ૩૭ લાખ ના ખર્ચે એક્સટેશન , ગ્રંથાલય ભવન ના બિલ્ડીંગ નું રૂ. ૪ કરોડ ૨૭ લાખ ૬૫ હજારના ખર્ચે એક્સટેશન નું કામ તેમજ રાજ્ય સરકાર ની વર્ષ ૨૦૧૮/૧૯ ની નવીન બાંધકામ ની ગ્રાન્ટમાંથી રૂપિયા એક કરોડ ૭૧ લાખ ૯૦ હજારના ખર્ચે યુનિવર્સિટી કેમ્પસની અંદર જુદાજુદા નવ રિચાર્જ વેલ બનાવીને ચોમાસા માં પડતા વરસાદી પાણી ને ભૂગર્ભમાં ઉતારીને જળસંચય નું કામ કરવામાં આવશે. આમ કુલ રૂપિયા નવ કરોડ ૩૫ લાખ ના ખર્ચે થનાર વિકાસ કામો ના  ડ્રાફ્‌ટ પેપર ને બાંધકામ સમિતિની બેઠકમાં સર્વ સંમતિથી મંજૂરી આપવામાં આવી હતી.આ ઉપરાંત રાજ્ય સરકારની નવીનીકરણ અને સાર સંભાળ ની વર્ષ ૨૦૧૮ ૧૯ ની ગ્રાન્ટમાંથી યુનિવર્સિટી માં આવેલ ભાઈઓ-બહેનો ની હોસ્ટેલ મા ખાસ મરામત ની કામગીરી માટે રૂપિયા ત્રણ કરોડ ૨૬ લાખ ૧૭ હજારના ની ફાળવણી કરવામાં આવી છે યુનિવર્સિટીમાં પીવાના પાણીની વિતરણની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રૂપિયા એક કરોડ ૮૫ લાખ ૬૭ હજારના ખર્ચે યુનિવર્સિટી કેમ્પસ માં એક ઊંચી ટાંકી એક અન્ડરગ્રાઉન્ડ ટાંકી પાઈપલાઈનનું કામ મંજૂર કરવામાં આવ્યો હતો તેમજ યુનિવર્સિટી ના વિવિધ બિલ્ડિંગોમાં દિવ્યાંગો માટે રૂપિયા ૮૯ લાખ ૬૦ હજાર ના ખર્ચે શૌચાલયો બનાવવા ના કામને વહીવટી મંજૂરી  આપવામાં આવી હતી અને આગામી ૨૩ મેના રોજ લોકસભા ચૂંટણી ની મતગણતરીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આ કામોની ઓનલાઈન ટેન્ડરિંગ પ્રક્રિયા કરવા ના કામ ને બહાલી આપવામાં આવી હતી.આજરોજ મળેલી બાંધકામ સમિતિની બેઠકમાં રજીસ્ટાર બી.એમ.પટેલ મુખ્ય અધિકારી એ આર મકવાણા કારોબારી સભ્ય શૈલેષભાઈ પટેલ જે.જે વોરા યુનિવર્સિટીના એન્જિનિયર વિપુલભાઈ સાંડેસરા ઉપસ્થિત રહ્યા હતા.


Download Our B K News Today App



Related News