આજરોજ ડીસાની ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ગુરુ વંદના કાર્યક્રમ અંતર્ગત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કુલપતિ નું સ્વાગત કરાયું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-03 12:19:15
  • Views : 380
  • Modified Date : 2021-08-03 12:19:15

     આજરોજ ડીસાની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વવિદ્યાલય કેન્દ્ર અને d.n.p. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના સંયુક્ત ઉપક્રમે ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં મુખ્ય અધ્યક્ષ તરીકે પ્રોફેસર ડોક્ટર જે.જે વોરા ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓ અને કોલેજની બાલિકાઓ દ્વારા જે મુખ્ય મહેમાનનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ એનએસએસના વિદ્યાર્થીઓ દ્વારા મુખ્ય મહેમાનનું ઢોલ અને નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ સમગ્ર કાર્યક્રમનું આયોજન ડીસા કોલેજના સભાખંડમાં કરવામાં આવે તો જ્યાં શાળાના પ્રોફેસરો દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ થકી મુખ્ય મહેમાન નું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં સૌપ્રથમ જીવનમાં ગુરુનું શું મહત્વ હોય છે તેના પર તૃપ્તિબેન પટેલે  પ્રવચન આપ્યું હતું જે બાદ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોલેજના પ્રોફેસરો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Download Our B K News Today App



Related News