સુરતના નવા મેયર તરીકે હેમાલી બોઘાવાલા અને ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીના નામ પર કળશ ઢોળાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-12 10:27:01
  • Views : 254
  • Modified Date : 2021-03-12 10:27:01

    શહેરીજનોની આજે આતૂરતાનો અંત થયો છે. મેયર તરીકે હેમાલી બોઘાવાલા અને ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીની વરણી કરવામાં આવી છે. આ સાથે પરેશ પટેલની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે વરણી કરવામાં આવી છે. જ્યારે અમિતસિંહ રાજપૂત શાસક પક્ષનાં નેતા બન્યા છે. હેમાલી બોઘાવાલા મેયર બનતા ભાજપના નેતાઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

    સુરત મહાનગરપાલિકાના હોદ્દેદારોની આજે પ્રદેશ ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં મેયર તરીકે હેમાલી બોઘાવાલા, ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણી, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે પરેશ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે અમિતસિંહ રાજપુત અને દંડક તરીકે વિનોદ પટેલની પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્યમાં મહાનગરપાલિકામાં ચૂંટણીમાં ભાજપની મોટી જીત થઈ છે. અમદાવાદ, વડોદરા, ભાવનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી ચૂકી હતી. સુરત, જામનગર અને રાજકોટ મનપાના હોદ્દેદારોના નામોની જાહેરાત બાકી હતી ત્યારે આજે સુરત રાજકોટ અને જામનગરના મેયર સહિતના હોદ્દેદારોના નામ પણ જાહેર થયા છે. જેમાં રાજકોટના મેયર તરીકે CMના અંગત ડો. પ્રદીપ ડવ નવા મેયર અને ડેપ્યુટી મેયર તરીકે ડો. દર્શીતા શાહની વરણી થઈ છે. જ્યારે જામનગરના મેયર તરીકે બિનાબેન કોઠારી અને ડેપ્યુટી મેયર તરીકે તપન પરમારની વરણી થઈ છે.

    પાર્લામેન્ટરી બોર્ડમાં જો અને તો પર અંતિમ ચર્ચાઓ ચાલી હતી તેમાં જો સૌરાષ્ટ્રીયન મેયર બને તો સ્ટેન્ડીંગ સુરતીને તેમ સુરતી મેયર બને તો સૌરાષ્ટ્રીયનને સ્ટેન્ડિંગ ચેરમેન પદ આપવાનું અને અન્ય પરપ્રાંતિય સમાજ, મરાઠીઓને ડેપ્યુટી મેયર, શાસક પક્ષ નેતા, દંડક ના સ્થાન ફાળવવાની ગણતરી કરવામાં આવી હતી. જોકે, પાર્લામેન્ટરી બોર્ડ બેઠક બાદ અંતિમ નિર્ણય તો સીએમ અને પ્રદેશ અધ્યક્ષે જ લીધો છે.

    ચર્ચાતા નામોમાં હેમાલી બોઘાવાલા, દર્શિની કોઠિયાના નામો અગ્ર ક્રમે હતા. પરંતુ પાટિલના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ નવા નિયમો જે રીતે ભાજપ પક્ષમાં અમલમાં મુકાયા તે રીતે સુરત મહાપાલિકામાં પણ સ્કાયલેબ જ આવે તેવી શક્યતા પ્રબળ હતી. સ્ટેન્ડિંગ ચેરમેનમાં અગાઉ ચેમ્બરના પ્રમુખ રહી ચુકેલા પરેશ પટેલ, રાકેશ માળી, દિનેશ જોધાણી સહિતના નામોની ચર્ચા છે. ડે.મેયર અને શાસક પક્ષ નેતામાં સોમનાથ મરાઠે, અમીત રાજપૂત, સુધા પાંડે ક્યાં તો નવા જ યુવા ચહેરાને આ પદ માટે તક આપવામાં આવે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે.

    10 માર્ચના રોજ રાજ્યના 3 મહાનગરોના મેયર પદ સહિતના હોદ્દેદારોની જાહેરાત થઈ છે. જેમા અમદાવાદમાં કિરીટ પરમાર, વડોદરામાં કેયુરભાઇ રોકડીયા તેમજ ભાવનગરમાં કીર્તિબેન દાણીધારીયાની મેયર પદ વરણી થઈ હતા. સાથે જ ડેપ્યુટી મેયર તરીકે અમદાવાદમાં ગીતાબેન પટેલ,વડોદરામાં કેયુર રોકડિયા અને ભાવનગરમાં કિર્તિબેન દાણીધારીયાની વરણી થઈ હતા. મેયર તેમજ ડે.મેયરની જાહેરાત પહેલા અનેક વિસ્તારોમાં વિવાદનો માહોલ પણ સર્જાયો હતો. જ્યારે બીજીતરફ પોતાના પસંદગીના મેયર મળતા સ્થાનિકો ખુશ જોવા મળ્યા હતા.


Download Our B K News Today App



Related News