ડીસા ખાતે સફાઈ કામદારોનું હેલ્થ ચેકઅપ કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-09 12:23:50
  • Views : 432
  • Modified Date : 2020-04-09 12:23:50

સમગ્ર દેશમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે આરોગ્ય ખાતા દ્વારા પણ સતત લોકોનું ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. જેથી ડીસા ખાતે રોજબરોજ સેવામાં લાગેલા કામદારો માટે આરોગ્ય ખાતા દ્વારા તેમની શારીરિક ચકાસણી કરવામાં આવી હતી.
કોરોનાને લઈને સમગ્ર દેશમાં હાહાકાર મચ્યો છે અને જેથી દેશમાં લોકડાઉન કરી સમગ્ર દેશની જનતાને ઘરમાં રહેવા અપીલ કરાઈ છે. ત્યારે ડીસા પાલિકામાં કામ કરતા કામદારોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું.
ડીસા શહેરી આરોગ્ય વિભાગ દ્વારા પાલિકામાં કામ કરતા રોજમદારો અને સફાઈ કામદારો હાલ સેવા આપી રહ્યા છે. ત્યારે તેમનું મેડિકલ ચેકઅપ કર્યા બાદ દવા અને સારવાર પણ આપવામાં આવી હતી.પાલિકા કચેરી ખાતે ચાર તબીબો દ્વારા આ મેડીકલ ચેકઅપ કરાયું હતું. જેમાં કુલ ૨૫૦ જેટલા સફાઈ કામદારોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. જેમાં સોશિયલ ડિસ્ટન્સનું
સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવ્યું હતું

Download Our B K News Today App



Related News