હીરા દલાલે રુપિયા 1.09 કરોડનો હીરો બારોબાર સગેવગે કરી આચરી ઠગાઇ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-06 14:34:52
  • Views : 111
  • Modified Date : 2023-07-06 14:34:52

સુરત શહેરમાં હીરા બજારમાં મંદી વચ્ચે સિંગણપોરના હીરા દલાલે વેચવા લીધેલો રુપિયા 1 કરોડનો હીરો ચાઉં કરી લીધો છે. સુરતના વેપારી અલ્પેશ મિયાણીએ બલરામ ઇમ્પેક્સના પ્રવીણ ગોટી પાસેથી હીરો વેચવા લીધો હતો. જો કે હીરા દલાલે હીરા કે રૂપિયા નહીં આપી ઠગાઇ કરી છે. જો કે પોલીસે આરોપીને ઝડપી લીધો છે.સુરતના મહિધરપુરા હીરા બજારમાં આવેલા દાળિયા શેરીમાં આવેલ બલરામ ઇમ્પેકસમાંથી દલાલે વેચાણ કરવા માટે લીધેલા રૂપિયા 1.09 કરોડનો હીરો બારોબાર સગેવગે કરી છેતરપિંડી કરી હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પ્રવીણભાઈ મનજીભાઈ ગોટી રાસ્કો બિલ્ડિંગ ડભોલી ચાર રસ્તા વેડરોડ પર રહે છે. તે મહિધરપુરા દાળિયા શેરીમાં આવેલા નિધિ સેફની બાજુમાં “બલરામ ઇમ્પેક્સ” નામની હીરાની પેઢી ધરાવે છે.તેમની પાસેથી ગત માર્ચ મહિનામાં સિંગણપોરમાં વિજયરાજ સોસાયટીમાં રહેતા હીરા દલાલ અલ્પેશ વલ્લભભાઈ મિયાણીએ બજારમાં સારા ભાવે હીરાનો માલ વેચી આપવાનું કહી 941.96 કેરેટના કિંમત રૂપિયા 1,09,40,735ની મતાના નેચરલ હીરા વેપારીઓને બતાવવાના બહાને લઈ ગયા બાદ તેના રૂપિયા કે હીરા પરત કર્યા ન હતા. આ અંગે પ્રવીણભાઈ ગોટીએ વારંવાર હીરા બાબતે અલ્પેશ મિયાણીને પૂછતા શરૂઆતમાં તેણે હીરાનો માલ સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું.ત્યાર બાદ અલ્પેશે કોઈ સંતોષકારક જવાબ નહીં આપી મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરીને પલાયન થઈ ગયો હતો. આ અંગે પ્રવીણભાઈ ગોટીએ મહીધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હીરાદલાલ અલ્પેશ મિયાણીની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં તો મહિધરપુરા પોલીસે હીરા દલાલ અલ્પેશ મિયાણીની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે, પણ જે રીતે માહિતી મળી છે કે આ હીરા દલાલે વરાછા હીરા બજારમાં અન્ય કેટલાક વેપારીઓ સાથે પણ છેતરપિંડી કરી છે.

Download Our B K News Today App



Related News