ડીસા તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી ભારે પવન અને વરસાદથી અનેક જગ્યાઓ પર નુકશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-07 12:26:56
  • Views : 364
  • Modified Date : 2022-07-07 12:26:56

 

ડીસા તાલુકાના થેરવાડા,બાઈવાડા અને જાવલ ગામમાં ગત મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓ પર વૃક્ષ ધરસાઈ થયા હતા.તો બીજી તરફ વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

 

લાંબા સમયના વિરામ બાદ બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન થયું છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે જિલ્લા તમામ તાલુકાઓમાં સારો એવો વરસાદ પડ્યો છે.જેના કારણે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક સારી વાવણીની આશા જાગી છે.ત્યારે ગત મોડી રાતથી ડીસા તાલુકામાં સારો વરસાદ પડ્યો છે.ખાસ કરીને ડીસા તાલુકાના થેરવાડા, બાઈવાડા અને જાવલ ગામમાં રાત્રીના સમયે ગાજ વીજ સાથે વરસાદનું આગમન થયું હતું.સતત કલાકો સુધી પડેલા વરસાદના કારણે અનેક ખેતરોમાં વરસાદી પાણી ભરાયા હતા તો બીજી તરફ  ભારે પવન સાથે વરસાદ પડતાં અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરસાઈ થયા હતા.જેના કારણે ક્યાંક ને ક્યાંક નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.છેલ્લા 4 દિવસથી જિલ્લામાં પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.આ વર્ષે સારો વરસાદ થાય અને પાણીના તળ ઉંચા આવે તેવી પણ ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News