આજે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-08-06 18:16:38
  • Views : 287
  • Modified Date : 2024-08-06 18:16:38

 હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાટણ, મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ભરૂચ, સુરત, ડાંગ અને તાપી સહિતના જિલ્લાઓમાં મેઘરાજા ધમરોળે તેવી શક્યતા છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, કચ્છ, ખેડા સહિતના જિલ્લાઓમા 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.વલસાડ, તાપી,સુરત, સાબરકાંઠા, પોરબંદર, નવસારી, ગીર સોમનાથ, અરવલ્લી સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ બનાસકાંઠા, દાહોદ સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

 

Download Our B K News Today App



Related News