ડીસા સહીત સમગ્ર જિલ્લામાં ગત મોડી રાત્રે શરૂ થયેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાન...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-03 11:35:53
  • Views : 251
  • Modified Date : 2022-07-03 11:35:53

 

ડીસામાં બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં બે મકાન ધરાસાઈ..

 

ડીસા સહી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે ભારે પવન‌ અને ગાજવીજ સાથે વરસાદ ની શરૂઆત થઈ હતી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે શરૂ થયેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાન થવા પામ્યું છે તો નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાયા છે.પરંતુ કોઈ જાનહાની થઈ ન હતી..


ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે બનાસકાંઠા જિલ્લામાં અષાઢી બીજના મોડી રાત્રે થી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અતિ ભારે વરસાદ થવા પામ્યો છે મોડી રાત્રે થી શરૂ થયેલા ભારે વરસાદના કારણે લોકોમાં ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે કારણ કે ગત ચોમાસામાં જોઈએ તેવો વરસાદ થયો ન હતો જેના કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જળ સંકટ થાય તેવા એધાણ સર્જાઈ રહ્યા હતા પરંતુ ગત મોડી રાત્રે શરૂ થયેલા ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના તમામ લોકો અને ખાસ કરીને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. પરંતુ ગત મોડી રાત્રે પરેરા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાન પણ થવા પામ્યું છે ત્યારે વાત કરવામાં આવે તો ડીસાની તો ડીસામાં ગત મોડી રાત્રે પડેલા પાંચ ઇંચ જેટલા ભારે વરસાદના કારણે નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તેમજ ડીસામાં આવેલા બેકરી કુવા વ્હોળા

ગત મોડી રાતે પડેલા ભારે વરસાદના કારણે બે કાચા પતરાવાળા મકાન ધરાશાહી થવા પામ્યા હતા મકાન ધારાસભ્ય થતા મકાન માલિકને મોટું નુકસાન થવા પામ્યુ હતું પરંતુ પડેલા ભારે વરસાદના કારણે જો કે જાનહાની ટળી હતી

Download Our B K News Today App



Related News