ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં શરૂ થયો ધોધમાર વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-15 12:18:18
  • Views : 561
  • Modified Date : 2022-07-15 12:18:18

 

ડીસા તાલુકામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી લાંબા સમય બાદ ડીસા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

 

ગત વર્ષે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રહેવત વરસાદના કારણે તેની સ્થિતિ અસર પાણી વગર ખેડૂતો પર જોવા મળી હતી પાણી વગર ડીસા તાલુકામાં પાણીના તાળ દિવસે ને દિવસે ઉંડા જઈ રહ્યા હતા ત્યારે આ વર્ષે સારો વરસાદ થાય તેવી ખેડૂતોએ પ્રાર્થના કરી હતી ત્યારે ચોમાસાની શરૂઆત થતા ની સાથે જ આ વર્ષે જિલ્લામાં મોટાભાગના તાલુકાઓમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ત્યારે આજે લાંબા સમયના વિરામ બાદ ડીસા તાલુકામાં સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો ખાસ કરીને શહેરી વિસ્તારમાં તો વરસાદના કારણે લોકોએ ગરમીથી રાહત મેળવી હતી પરંતુ સારો વરસાદ થાય તેવી રાહ જોઈ રહેલા ગ્રામીણ વિસ્તારના ખેડૂતોએ આજે સારા વરસાદી ખુશી જોવા મળી રહી છે આજે ડીસા તાલુકાના કંસારી ગામ સહિતના આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી તો આ તરફ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા વરસાદી પાણી ભરાતા ની સાથે જ ખાસ કરીને નેશનલ હાઈવે પર વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવી હતી તો આ તરફ ભારે વરસાદના કારણે અનેક ખેતરોમાં વરસાદી પાણી પણ ભરાયા હતા..

Download Our B K News Today App



Related News