સાબરકાંઠામાં ધોધમાર વરસાદ,પોશીના તાલુકામાં 6 ઈંચ, વિજયનગરમાં અઢી ઈંચ નોંધાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-18 16:01:17
  • Views : 124
  • Modified Date : 2023-06-18 16:01:17

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પોશીના તાલુકામાં વરસ્યો છે. છેલ્લા બે દિવસથી પોશીના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પોશીના તાલુકામાં વરસાદને લઈ સ્થાનિક નદીઓમાં પણ પાણીની આવક નોંધાઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ અને તલોદને બાદ કરતા અન્ય 6 તાલુકાઓમાં એકંદરે નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લામાં ભિલોડામાં એક ઈંચ વરસાદ ખાબક્યો હતો.વરસાદને લઈ સ્થાનિક નદી અને તળાવોમાં પાણીની આવકો નોંધાઈ હતી. પોશીના વિસ્તારમાંથી પસાર થતી સ્થાનિક પનારી નદી બે કાંઠે સિઝનના પ્રથમ વરસાદે જ જોવા મળી હતી. પોશીનાના લાંબડીયા, પાંચ મહુડા, કોટડા, ગણેર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ સ્થાનિક ખેડૂતોને રાહત સર્જાઈ હતી અને વાવણી વેળાસર થઈ શકશે.જિલ્લામાં સૌથી વધારે વરસાદ પોશીના તાલુકામાં નોંધાયો હતો. છેલ્લા બે દિવસથી વિસ્તારમાં ધોધમાર વરસાદ બિપરજોય વાવાઝોડાની અસરને લઈ વરસી રહ્યો છે. પોશીનામાં શુક્રવારે સાડા ત્રણ ઈંચથી વધારે વરસાદજ વરસ્યો હતો. જ્યારે શનિવારે સવારથી 24 કલાક દરમિયાન 6 ઈંચ વરસાદ વરસ્યો છે. વહેલી સવારથી સાંજ સુધી પોશીનામાં વરસાદી માહોલ રહ્યો હતો. મોડી સાંજે વરસાદ રોકાયા બાદ મધ્યરાત્રી દરમિયાન વરસાદ વરસ્યો હતો.પોશીના ઉપરાંત વિજયનગરમાં અઢી ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. હિંમતનગર, ઈડર અને વડાલીમાં એક એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે ખેડબ્રહ્માંમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. પ્રાંતિજ અને તલોદ તાલુકામાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા.ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદને લઈ સાબરકાંઠા જિલ્લાની પનારી સહિતના સ્થાનિક નદીઓમાં નવા પાણી વહ્યા હતા. ચોમાસાની શરુઆતે જ પનારી નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. આ નદી સાબરમતી નદીમાં ભળે છે. રાજસ્થાન અને બનાસકાંઠા જિલ્લામાં વરસાદને લઈ સાબરમતી નદીમાં નવા પાણી આવ્યા હતા. આમ ધરોઈ ડેમમાં શનિવારે સાંજથી નવા પાણીની આવકો નોંધાઈ હતી. સવારે 8 કલાક સુધી 12 હજાર ક્યુસેકસ કરતા વધુની આવક સતત ગઈ રાત્રીના 8 વાગ્યાથી નોંધાઈ રહી છે. આમ ધરોઈમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે.

Download Our B K News Today App



Related News