પાલનપુરના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-09 16:03:19
  • Views : 127
  • Modified Date : 2023-07-09 16:03:19

રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ઠેર ઠેર વરસાદ વરસી રહ્યો છે. તેવામાં આજે બનાસકાંઠામાં પણ વરસાદ ખાબક્યો છે. બનાસકાંઠાના પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. જેના પગલે જગાણા, ભાગળ, કાણોદર, લાલાવાડા ગામોમાં ભારે વરસાદથી વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.તો બીજી તરફ બનાસકાંઠાનું ઢીમા ગામના દ્રશ્યો જોઈ તમને લગાતું હશે કે, આ તળાવ છે. પરંતુ આ એક શાળાનું ગ્રાઉન્ડ છે. જેમાં વરસાદી પાણી ભરાયા છે. જેના પગલે પ્રાથમિક-માધ્યમિક શાળાના 800 વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે. દર ચોમાસામાં ભરાય જતા પાણીને લઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકો ત્રસ્ત છે. અનેક રજૂઆત બાદ પણ તંત્ર મસ્ત છે. સાક્ષરતા પ્રાપ્ત કરવા આવતા વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની અવગણના તંત્ર કરી રહ્યું છે.

Download Our B K News Today App



Related News