Rajkot ના ઉપલેટામાં ભારે વરસાદ, રૂપાવતી નદીમાં ઘોડાપૂર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-21 17:06:09
  • Views : 90
  • Modified Date : 2023-07-21 17:06:09

રાજકોટ જિલ્લામાં મેઘોમન મૂકીને વરસ્યો છે. સતત ભારે વરસાદના કારણે ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ઉપલેટાના ઉપરવાસમાં ભારે વરસાદ થતા રૂપાવતી નદીમાંઘોડાપૂર આવી ગયું છે. નદીનું પાણી બંને કાંઠા તોડીને ગામમાં પ્રવેશી ગયું છે. જેથી ગામ અને ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાઇ જતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.ખેતરોમાં પાણી ભરાઇ જતા ખેડૂતોને નુકસાન થયું છે. ખેતરો બેટમાં ફેરવાઇ ગયા હોય તેવું લાગી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. તેથી ગ્રામજનોએ માગ કરી છે કે તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ કરીને સહાય કરવામાં આવે.

Download Our B K News Today App



Related News