મેંદરડા ઉપરવાસમાં ધમધોકાર વરસાદથી મધુવંતી નદીમાં આવ્યા નવા નીર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-27 19:04:54
  • Views : 83
  • Modified Date : 2024-06-27 19:04:54

જુનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ યથાવત છે. વાત કરીએ માણાવદર પંથકની તો અહીં ગાંધી ચોક, પટેલ ચોક, સિનેમા ચોક, મિતડી દરવાજા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે.આ તરફ ગીર પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. મેંદરડાના ઉપરવાસમાં વધુ વરસાદ થતા નદીમાં નવા નીર આવ્યા છે. મધુવંતી નદીમાં નવા નીરની આવક થતા ખેડૂતોમાં ખુશી પ્રસરી છે.કેટલાક સ્થળોએ ધોધમાર વરસાદે મુશ્કેલી વધારી છે. ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકો ફસાયા છે. જેસીબી, ટ્રેક્ટર અને કાર સહિતના વાહનો પાણીમાં ફસાયા હતા અને લોકોએ ધક્કા મારીને બહાર કાઢવાની ફરજ પડી હતી.આ તરફ ગીરનાર પર્વત પર વરસાદે ધમાકેદાર બેટીંગ કરતા ગીરનાર પર્વત પરના આહ્લાદક દૃશ્યો સામે આવ્યા છે. અંબાજીના દર્શન કરવા જતા ભાવિકોએ વરસાદની મજા માણી હતી. ગીરનારના જંગલમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ તરફ જિલ્લાના માળિયા હાટીનાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. આંબેચા, જલંધર, અમરાપુરમાં ધોધમાર વરસાદ થયો છે. માળીયા હાટીના પંથકમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે.

 

Download Our B K News Today App



Related News