મહેમદાવાદ અને નડીયાદમાં ધોધમાર વરસાદ વરસ્યો, 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-26 16:44:09
  • Views : 116
  • Modified Date : 2023-06-26 16:44:09

ખેડા જિલ્લામાં સોમવારે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. મહેમદાવાદ અને નડીયાદમાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. મહેમદાવાદમાં માત્ર 2 કલાકમાં જ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે નડીયાદમાં 2 કલાકમાં 3 ઈંચ વરસાદ વરસ્યો હતો. મહુધામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. નડીયાદમાં સવારથી બપોરે બે વાગ્યા સુધીમાં કુલ 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. ધોધમાર વરસાદને લઈ નડીયાદ અને મહેમદાવાદમાં રસ્તાઓ પર પણ પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા.અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ અનેક વિસ્તારમાં વરસ્યો હતો. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરના સરખેજ હાઈવે વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં દિવસ દરમિયાન વરસાદ નોંધાયો હતો. જેને લઈ શહેરના કેટલાક રસ્તાઓ પર પાણી ભરાયા હતા.

Download Our B K News Today App



Related News