કચ્છમાં ભારે વરસાદથી તો માત્ર ‘પાક’ને નુકસાન થયું પણ પાડોશી ‘પાક.’માં તો હિન્દુઓ બરબાદ થઇ ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-02 11:46:48
  • Views : 345
  • Modified Date : 2020-10-02 11:46:48

    કચ્છમાં ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક વરસાદ બાદ લીલા દુકાળ જેવી સ્થિતિ છે. જોકે કચ્છની સામેપાર આપણા જિલ્લાની સરહદને અડીને આવેલા પાકિસ્તાનના સિંધ પ્રાંતની હાલત તો વધારે ખરાબ છે. ખાસ કરીને આ પ્રાંતમાં રહેતા હિંદુઓની હાલાત કફોડી બની છે. વળી, સ્થાનિક સરકાર પૂરમાં અસરગ્રસ્તો માટે સહાય અને પુન:વસનમાં નબળી પુરવાર થઇ રહી હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે સિંધના પૂરનો મુદ્દો પાકિસ્તાની સાથે આંતરરાષ્ટ્રીય માધ્યમોમાં પણ હાલ ચર્ચાઇ રહ્યો છે.

આ અંગે મળતી વિગતો મુજબ કચ્છમાં ચાલુ વર્ષે રેકોર્ડ 271 ટકા વરસાદ પડી ચૂક્યો છે. અનેક વિસ્તારોમાં પાકને નુકસાન થયો છે. જોકે જિલ્લામાં ડેમોમાં પાણીની સપાટી અૈતિહાસીક સ્તરે હોવાથી ખેડૂતોને રવિ અને ઉનાળુ પાક લેવામાં ફાયદો થશે. કચ્છમાં 40 વર્ષમાં આ વખતે સાૈથી વધારે વરસાદ વરસી ગયો છે. પરંતુ કચ્છ સાથે અૈતિહાસીક અને સાંસ્કૃતિક સંબંધો ધરાવતા અને ભાગલા બાદ પાકિસ્તાનનો ભાગ બની ગયેલા સિંધમાં તો વરસાદ વેરણ બન્યો છે. અહીં ખેડૂતોના પાક તો ઠીક લોકોના ઘરો પણ પૂરના પાણીમાં તણાઇ ગયા છે. સaિંધની સાથે બલુચિસ્તાનના પણ અનેક ભાગોમાં પૂરે તબાહી વેરી છે. ખાસ કરીને કચ્છની બોર્ડર પાસે આવેલા તાલુકા અને જિલ્લાઓમાં હાલત વધારે ખરાબ થઇ છે. બદીન, થરપારકર, નગરપારકર, ઉમરકોટ, મીરપૂર ખાસ સહિતના વિસ્તારો પૂરનો શિકાર બન્યા છે.

વળી પાકિસ્તાનના આ વિસ્તારોમાં જ સાૈથી વધારે હિંદુઓની વસતી છે. જે અગાઉગથી જ પાકિસ્તાનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. સિંધના અંદાજે 20 જિલ્લા વરસાદથી પ્રભાવિત થયાં છે. 100થી વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે. તેવામાં આ પૂરના કારણે સિંધમાં સાૈથી વધારે અસર પણ હિંદુઓને થઇ છે. હજારો હિંદુ પરિવારો પૂરના કારણે રોડ પર આવી ગયાં છે. ઘર અને પુશધન પૂરમાં તણાઇ ગયાં છે. હાલ લાખો લોકો શરણાર્થી શિબિરમાં આશરો લીધો છે. હજારો હિંદુઓ માટે ઉપર આભ અને નીચે જમીન જેવી સ્થિતિ થઇ છે.

સિંધુ નદીના કારણે વારંવાર આવે છે પૂર
સિંધુ નદી પાકિસ્તાનના ઉત્તરથી દક્ષિણ સુધી દેશની વચ્ચેથી પસાર થાય છે. ઉત્તર પાકિસ્તાનમાં ભારે વરસાદ થાય અને તેની સાથે સિંધમાં પણ ભારે વરસાદ હોય ત્યારે આવી સ્થિતિ સર્જાય છે. આ વખતે પણ સિંધુ નદી અને તેની વિવિધ પેટા નદીઓમાં ભારે પૂર આવ્યું હતું. તેની સાથે સિંધ અને બલુચિસ્તાનમાં પણ દિવસો સુધી વરસાદ ચાલુ રહ્યો હતો. અહીં આવી રીતે વારંવાર પૂરનો સામનો કરવો પડે છે. વર્ષ 2010માં પણ આવી રીતે પૂર આવતા સિંધની હાલત કફોડી થઇ હતી.

સરકાર નિષ્ફળ : સ્થાનિક રાજકારણ ગરમાયું
સરકારની અનદેખીના કારણે પાકિસ્તાનમાં હિંદુઓની સ્થિતિ દયાજનક છે. સરકાર કટ્ટરપંથીઓ પર અંકુશ ન મુકી શકતા હિંદુઓની સંખ્યા સતત ઘટી રહી છે. ત્યાં અન્ય લઘુમતિઓની હાલત પણ દયાજનક છે. તેવામાં આ પૂરમાં પણ સરકારે રાહત અને બચાવ કામગીરીમાં યોગ્ય મદદ કરી નથી. જેના પગલે લોકોમાં ગુસ્સો છે. તેના મુદ્દે સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે. સ્થાનિક વિપક્ષ પણ રાહતમાં નિષ્ફળતા અંગે સરકારને ટાર્ગેટ કરી ગંભીર આક્ષેપો કર્યા છે.

શરણાર્થી શિબિરોમાં શાૈચાયલ પણ નહીં
પૂર બાદ અનેક વિસ્તારોની હાલત હજુ સામાન્ય થઇ નથી. હંગામી ધોરણે સિંધના અનેક ભાગમાં હાલ શરણાર્થી શિબિરો બનાવાયા છે. આ હંગામી શિબિરોમાં માળખાગત સુવિધાઓની કમી છે. જેમાં લોકોને રહેવા માટે ટેન્ટ આપવામાં આવ્યા છે. અહીં ટેન્કરથી પાણી આપવામાં આવી રહ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે અહીં શાૈચાલયની વ્યવસ્થા જ કરવામાં આવી નથી. જેનાથી લોકોની અને ખાસ કરીને મહિલાઓની હાલત કફોડી થઇ છે.

Download Our B K News Today App



Related News