જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદના પગલે અનંતનાગમાં ત્રણ મકાનો ધસી પડ્યા, MP-પંજાબ સહિત 5 રાજ્યોમાં તાપમાન વધ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-06 12:02:12
  • Views : 224
  • Modified Date : 2021-01-06 12:02:12

    લોકોને હાલ ઠંડીથી રાહત મળશે નહિ. હિમાચલ પ્રદેશ અને પાકિસ્તાનના કબ્જાવાળુા કાશ્મીરમાં(ગિલગિત-બાલ્ટિસ્તાન, મુઝ્ઝફરાબાદ) પણ આગામી 24 કલાક દરમિયાન વરસાદ અથવા તો બરફનો વરસાદ થવાનું અનુમાન છે. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ભારે વરસાદના પગલે ત્રણ મકાનો ધસી પડ્યા છે. જ્યારે શ્રીનગરથી ઉપડતી તમામ ઉડાનોને રદ કરવામાં આવી છે. પંજાબ, દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં પણ અલગ-અલગ જગ્યાઓએ ભારે વરસાદ થવાની શકયતા છે. મંગળવારે કાશ્મીરમાં ભારે વરસાદ પડ્યો તો રાજસ્થાનમાં બરફના કરા પડ્યા. ગુજરાત અને દક્ષિણ કર્ણાટકના મોટા ભાગના વિસ્તારોમાં, પશ્ચિમ બંગાળમાં ગગાના તટવર્તી ક્ષેત્રમાં તાપમાન સામાન્યથી 1.6થી 3.0 ડિગ્રી ઉપર રહ્યું.

    મધ્યપ્રદેશમાં હવા બદલાતા જ મોસમનો મિજાજ પણ બદલાઈ ગયો છે. રાજધાની ભોપાલમાં મંગળવારે બપોર પછી ગાઢ વાદળો અદ્રશ્ય થઈ ગયા અને તાપ નીકળ્યો. તેના પગલે દિવસના તાપમાનમાં 6 ડિગ્રીનો વધારો થયો. દિવસનું તાપમાન 25.3 ડિગ્રી નોંધાયું. જે સામાન્યથી 1 ડિગ્રી વધુ રહ્યું. રાતનું તાપમાન 16.7 ડિગ્રી વધુ નોંધાયું. જે સામાન્યથી 7 ડિગ્રી વધુ રહ્યું. તે છેલ્લા 5 વર્ષમાં જાન્યુઆરીમાં રાતનું સૌથી વધુ તાપમાન છે.

    જોરદાર ઠંડી પછી રાજસ્થાનમાં વરસાદ અને કરા પડી રહ્યાં છે. સતત પાંચમાં દિવસે જયપુર, ચૂરુ, શ્રીગંગાનગર, અલવર સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ અને કરા પડ્યા. સવારે ગાઢ ધુમ્મસ રહ્યું. સીકર જિલ્લાના શ્રીમાધોપુરમાં 2 ઈંચ, જયપુરના સાંભરમાં પોણા બે ઈંચ વરસાદ થયો. જોકે વરસાદ પછી પણ તાપમાન 10 ડિગ્રી સુધી ઉછળ્યું છે. સૌથી વધુ તાપમાન પિલાનીમાં રહ્યું. અહીં રાતનો પારો 4 ડિગ્રીથી 14.1 ડિગ્રી સુધી પહોંચ્યો. આ સિવાય તમામ શહેરોમાં રાતનો પારો 10 ડિગ્રીથી વધુ રેકોર્ડ નોંધાયો.ઠંડી ઓછી થવા છતા ધુમ્મસ હાલ પણ યથાવત છે. છત્તીસગઢના સૌથી ઠંડા જિલ્લા અંબિકાપુરમાં દિવસ અને રાતનું તાપમાન સામાન્યથી 5 ડિગ્રી સુધી વધ્યું છે. ઉતરની જગ્યાએ દક્ષિણ-પૂર્વથી આવી રહેલી હવામાં ભેજ વધુ છે, આ કારણે ઠંડી ઓછી છે. ઠંડીના કારણે ભેજથી સવારે અને રાતે હળવું ધુમ્મસ જ રહ્યું છે.

    સખ્ત ઠંડી અને ઉંચાઈ વાળા વિસ્તારોમાં થઈ રહેલા બરફના વરસાદના પગલે લોકોની મુશ્કેલી વધી ગઈ છે. શિમલામાં તેની ખાસ અસર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં શિમલાનું તાપમાન 7.5 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું. મોસમ વિભાગના જણાવ્યા મુજબ આજે પણ મોસમ ખરાબ રહેશે અને બરફના વરસાદનો સિલસિલો ચાલુ રહેશે. પર્યટન સ્થળ કુફરી અને નારકંડામાં ટ્રાન્સપોર્ટ બંધ થયું છે. 3 નેશનલ હાઈવે સહિત 377 રસ્તા પર અવર-જવર બંધ થઈ ગઈ છે. 110 વીજળી ટ્રાન્સફાર્મરને નુકસાન પહોંચ્યું છે. પર્યટકોના સોલંગનાલાથી આગળ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

    રાજ્યના ઘણા જિલ્લામાં ઝરમર-ઝરમર વરસાદ થયો છે. તેનાથી દિવસનો પારો 18 ડિગ્રી, જ્યારે રાતનું તાપમાન 14 ડિગ્રી સુધી પહોંચ્યો છે. જાલંધરમાં મોડી રાતે ગાજવીજ સાથે વરસાદ થયો હતો. હવાનું લો પ્રેશર અગામી 2 દિવસ સુધી સક્રિય રહેશે. 11 જિલ્લાઓ પઠાનકોટ, ગુરદાસપુર, અમૃતપુર, હોશિયારપુર, તરનતારન, નવાંશહર, કપૂરથલા, ફતેહગઢ સાહિબ, પટિયાલા, મોહાલી અને રૂપનગરમાં બુધવારે ઝરમર-ઝરમર વરસાદ થવાની શકયતા છે.

    પટનામાં જાન્યુઆરી મહિનામાં સખ્ત ઠંડીનો અનુભવ થવાની જગ્યાએ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાનમાં આ ફેરફાર ભેજવાળી હવાઓ અને આકાશમાં છવાયેલા વાદળોને કારણે છે. તેના પગલે રાજ્યમાં અધિકતમ અને લધુતમ તાપમાન સામન્યથી 4થી 5 સેલ્સિયસથી વધુ રેકોર્ડ નોંધાયું. હવામાનની આ સ્થિતિ 24 કલાક સુધી રહેશે. તે પછી હવા સુકી થઈ જશે. પહાડોમાં બરફના વરસાદની અસર રાજ્યના તમામ ભાગમાં જોવા મળશે. મંગળવારે પટનામાં અધિકતમ તાપમાન 25.9 ડિગ્રી અને ન્યુનતમ 13 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.





Download Our B K News Today App



Related News