ડીસામાં પડેલા ભારે વરસાદના કારણે સિંધી બજારમાં વેપારીઓને મોટું નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-09 12:16:53
  • Views : 262
  • Modified Date : 2022-08-09 12:16:53

 

ડીસા શહેરમાં વહેલી સવારથી જ પડેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા ત્યારે ડીસાના સિંધી બજાર વિસ્તારમાં ભારે વરસાદના પગલે દુકાનોમાં પાણી ભરાયા હતા જેના કારણે વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી ડીસા તાલુકામાં બે કલાકમાં જ પડેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી ખાસ કરીને ડીસા શહેરના સિંધી બજાર ખાતે પડેલા ભારે વરસાદના પગલે અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા જેના કારણે વેપારીઓને ભારે નુકસાન વેચવાનો વારો આવ્યો હતો ડીસાના સિંધી માર્કેટ ખાતે પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે દર વર્ષે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે ત્યારે આજે વહેલી સવારે પડેલા ભારે વરસાદના પગલે ફરી એકવાર સિંધી માર્કેટયાર્ડમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને તમામ વહેતું વેપારીઓની દુકાનમાં પ્રવેશ્યું હતું જેના કારણે દુકાનોમાં પડેલા માલ સામાન પલળી જવાના કારણે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો તો આ તરફ ભારે વરસાદી પાણી બજારમાં ફરી મળતા ગ્રાહકો પણ જોવા મળ્યા ન હતા જેના કારણે માત્ર વરસાદી પાણીમાં વેપારીઓ જ જોવા મળ્યા હતા આમ આજે પડેલા ભારે વરસાદના પગલે વેપારીઓની હાલત કફોડી બની હતી ત્યારે વેપારીઓ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે જેથી દર વર્ષે સર્જાતી વિકટ પરિસ્થિતિ ન સર્જાય

Download Our B K News Today App



Related News