અમીરગઢમાં ભારે વરસાદ, મગફળીના વાવેતરમાં પાણી ભરાતા ખેડૂતો ચિંતિત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-07 16:18:30
  • Views : 117
  • Modified Date : 2023-07-07 16:18:30

જુલાઈ મહિનામાં વરસાદે હવે જમાવટ કરી છે તો બનાસકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. અમીરગઢ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો આ તરફ ઈકબાલગઢ વિસ્તારમાં વરસાદ બાદ દોઢ ઈંચ સુધી પાણી ભરાઇ ગયા હતા. ચારેય તરફ માર્ગો અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં પાણી ભરાઇ જતા ખેડૂતોએ વાવેલા મગફળીના પાકમાં નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે.જિલ્લામાં ધોધમાર વરસાદ થતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે. લોકોને ગરમી અને બફારામાંથી પણ રાહત મળે છે. તો નાસકાંઠાના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે. લાખણી પંથકના ગ્રામ્ય વિસ્તારો જેવા કે કુડા, કોટડા, મોરાલ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. મુશળધાર વરસાદને કારણે લાખણીમાં અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે.

Download Our B K News Today App



Related News