અમીરગઢ પંથકમાં ઝરમરીયા વરસાદથી ખેડૂતો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-31 12:34:49
  • Views : 251
  • Modified Date : 2021-07-31 12:34:49

     અમીરગઢ પંથકમાં વરસાદી ફોરાથી લોકો કંટાળવા લાગ્યા છે કારણકે ઉપરવાસમાં કે સ્થાનિક જગ્યાએ ભારે વરસાદના પડતાં નદી નાળા અને સિંચાઈ ડેમો ખાલી પડ્યા છે. અષાઢ મહિનો પૂરો થવાની અણીએ છે, ત્યારે એક તરફ સતત ચારપાંચ દિવસથી અમીરગઢ વિસ્તારમાં આકાશમાંથી માત્ર વરસાદી ફોરા પડી રહ્યા છે જેને લઈ ખેતીપાકો નીંદણ થી વંચિત રહેતાં ખેતરો ખડથી ઉભરાઈ રહ્યા છે અને વાવેતર કરેલાં પાકોમાં રોગ આવવાની શક્યતા જણાઈ રહી છે. તો બીજી તરફ પશુપાલકોને પણ પોતાના પશુઓને ઘાસચારો નાખવાની તકલીફ પડી રહી છે. જ્યારે સતત ચારપાંચ દિવસથી ઝરમરીયા વરસાદને લઈ નિચાણવાળા વિસ્તારો અને રહેણાંક શેરી મહોલ્લાઓમાં ખાડા ખાબોચિયામાં પાણી ભરાઈ રહેલું રહેતું હોવાથી ડેંગ્યુ અને મલેરિયા જેવા રોગ ઉદ્દભવવાની પણ શક્યતાઓ જણાઈ રહી છે, જાેકે હજુપણ  આવનારા સપ્તાહ સુધી વાદળછાયું વાતાવરણ અને ઝરમર વરસાદ ચાલુ રહે તો ચોમાસું ખેતીપાકોમાં રોગચાળો વધવાની શક્યતાઓ વચ્ચે અમીરગઢ વિસ્તારના ખેડૂતોને ચોમાસું ખેતીમાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.

Download Our B K News Today App



Related News