પાટણ જીલ્લામાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વેપારી અને ખેડૂતો માટે નુકસાનીનો વરસાદ બનીને વરસ્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-29 11:49:38
  • Views : 283
  • Modified Date : 2021-05-29 11:49:38

     ગત મોડીરાતે એકાએક પાટણ જીલ્લાના વાતાવરણમાં પલટો સર્જાયો હતો. ચાણસ્મા, પાટણ , સરસ્વતી અને સિઘ્ઘપુર પંથકમા ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સિઘ્ઘપુરમાં તો માત્ર ગણતરીની મિનીટોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાવા લાગ્યા હતા. મોડીરાતે ધોધમાર વરસાદ વરસતાં સિઘ્ઘપુર APMCમાં ખૂલ્લો પડેલ પાક પણ વરસાદમાં પલડી ગયો હતો. અનાજની ગુણીઓ પાણીથી પલડતા ખેડૂતો અને વેપારીઓને મોટું નુકશાન પહોંચ્યું છે. હાલમાં સિઘ્ઘપુર APMCમાં જીરુ , એરંડા ,ધઉ સહિતના પાકની આવક મોટાપ્રમાણમા છે તે સમયે કમોસમી વરસાદ વેપારી અને ખેડૂતો માટે નુકસાનીનો વરસાદ બનીને વરસ્યો છે.

 

Download Our B K News Today App



Related News