અરવલ્લીના મેઘરજ સહિતના વિસ્તારોમાં વરસાદ ગાજ વીજ સાથે વરસ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-24 16:55:08
  • Views : 60
  • Modified Date : 2024-06-24 16:55:08

 સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ રવિવારની સાંજથી શરુ થયો છે. ચોમાસાનો પ્રથમ વરસાદ અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસતા મોટી રાહત સર્જાઈ હતી. અરવલ્લી જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. અરવલ્લીના મેઘરજ સહિતના વિસ્તારોમાં વરસાદ ગાજ વીજ સાથે વરસ્યો હતો.ખેડબ્રહ્મામાં લગભગ એક ઈંચ જેટલો વરસાદ સોમવારે સવારે વરસ્યો હોવાના સમાચાર છે. વિજયનગર, વડાલી અને હિંમતનગર વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. વિજયનગરના પાલ, દઢવાવ, સામેત્રા, ચિઠોડા, પરવઠ અને દંતોડ સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. સોમવારે પણ અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.

 

Download Our B K News Today App



Related News