બનાસકાંઠાના ભાભર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે ધોધમાર વરસાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-26 17:06:51
  • Views : 95
  • Modified Date : 2023-11-26 17:06:51

બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વહેલી સવારથી વરસ્યો હતો. શિયાળાની કડકડતી ઠંડી પડવાને લઈ વહેલી સવારથી ચોમાસાની ઋતુની જેમ જ કમોસમી વરસાદ ગાજવીજ સાથે વરસ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં ધાનેરા, અમીરગઢ વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો.આ દરમિયાન ભાભર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ભાભર તાલુકામાં કરા સાથે ભારે વરસાદ વરસ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, કરા સાથે વરસાદ વરસતા ઘરના આંગણામાં જાણે બરફની ચાદર છવાઈ ગઈ હતી.

Download Our B K News Today App



Related News