વલસાડમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-28 14:54:07
  • Views : 92
  • Modified Date : 2023-06-28 14:54:07

હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો છે. વલસાડ શહેરમાં ગઈ કાલે બે કલાકમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેમાં દાણા બજાર, મોગરવાડી અંડરબ્રિજમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત વલસાડના છીપવાડ હનુમાન મંદિર, સ્પોર્ટસ કોમ્પ્લેક્સ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયુ છે.વલસાડમાં એક ઈંચ વરસાદ પડતા શહેરના ઠેર ઠેર પાણી ભરાતા પ્રિ-મોન્સૂન કામગીરી પર સવાલો પર ઉઠ્યા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે. તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત પંથકમાં ધોધમાર વરસાદ પડી શકે તેવી આગાહી કરી છે.

Download Our B K News Today App



Related News