રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-29 16:14:24
  • Views : 95
  • Modified Date : 2023-06-29 16:14:24

ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ વિવિધ વિસ્તારોમાં મેઘ મહેર થઇ રહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જે માણે રાજકોટના ઉપલેટાના ગઢાળા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગઢાળા, કેરાળા, મોજીરા, સેવંત્રામાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે નદી-નાળા છલકાયા છે. ગઢાળા ગામની મોજ નદીમાં નવા નીરની આવક થઇ છે. ગઢાળા ગામના ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાઇ ગયા છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ છે. વધારે વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News